રાજકોટમાં આહિર સેના દાંડીયા રાસ ગ્રાઉન્ડમાં શનિવારે મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 હજારથી વધુ આહિરાણીઓએ 250 કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરી પ્રાચીન ગરબા પર પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને દર્શાવતો મહારાસ રજૂ કર્યો હતો. 21 હજારથી વધુ દીવડાઓથી ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી ઉતારી કૃષ્ણભક્તિમાં લીન્ન થયાં હતા. (તસવીર: પ્રવીણ સેદાણી)