બીએસએફ જવાનોનું સઘન પેટ્રોલીંગ
કચ્છના સર ક્રીકમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. ભારતીય જળસીમામાં ઘૂસેલા આ માછીમારો સિંધ પ્રાંતના ચચ જાન ખાન ગામના રહેવાસી છે. BSF એ 1 ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેઓ કરચલા પકડવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઇજઋએ ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. ઇજઋની પ્રાથમિક પૂછપરછ જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા પાકિસ્તાની માછીમારો સર ક્રીકના આ વિસ્તારમાં કરચલા (ઈફિબત) પકડવાની લાલચે ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા. તમામ માછીમારો સિંધ પ્રાંતના ’ચચ જાન ખાન’ ગામના રહેવાસી હોવાનું જણાય છે. કાદિર થૈમોર, મુહમ્મદ મુસા, અઝગર થૈમોર, એહસાન જાટનો કબજો લઇ માછીમારો માત્ર કરચલા પકડવાના હેતુથી આવ્યા હતા કે પછી તેમની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ ઈરાદો છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.
