‘કોરોના’ના મહાભારત સામે ફરી ‘રામાયણ’

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.14
કોરોના મહામારીએ એકવાર ફરી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. સતત લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેની અસર હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર પણ જોવા મળી છે. એક બાદ એક સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. તો દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં એકવાર ફરી પાછલા વર્ષની જેમ રામાનંદ સાહરની રામાયણનું પ્રસારણ કરવામાં આવશે. પાછલા વર્ષે લોકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે રામાયણના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.
રામાનંદ સાગરની રામાયણ એકવાર ફરી દર્શકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. રામાયણ ફરી શરૂ થઈ રહી છે. તેને સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 કલાકે પ્રસારિત કરવામાં આવશે. હવે એકવાર ફરી દર્શકો ઘરે રામના દર્શન કરી શકશે. વિભિન્ન રાજ્યોમાં લોકડાઉન લગાવવાની માંગ ઉઠી રહી છે. આ મહિને 21 એપ્રિલે રામ નવમીનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં આ સીરિયલ શરૂ થવી દર્શકો માટે ખાસ ભેટ છે.

રિલેટેડ ન્યૂઝ