દરેક વીજ પ્લાન્ટને ઉત્પાદન અને ડીસ્પેચની માહિતી ઉપલબ્ધ બનાવવા આદેશ

દૃેશમાં તોળાઈ રહેલી વીજ કટોકટી સામે કેન્દ્ર એલર્ટ

નવી દિલ્હી તા.9
દેશમાં કોલસા સહિતની તંગીના કારણે આગામી સમયમાં વીજ કટોકટી સર્જાવાની શકયતા છે તે સમયે કેન્દ્ર સરકારે હવે તમામ પાવર ઉત્પાદક એકમો માટે 2016ની ટેરીફ પોલીસી મુજબ એક સ્પષ્ટ ગાઈડલાઈન ઈશ્યુ કરી છે અને તેમાં દરેક પાવર પ્લાન્ટે કોઈપણ સમયે તેની પાસેથી કેટલી વીજ ઉત્પાદન હાલ ચાલી રહ્યું છે અને તેણે કેટલી સપ્લાય કરવાની છે તે અંગેની માહિતી સતત ઉપલબ્ધ બનાવવાની રહેશે. કેન્દ્રના ઉર્જા મંત્રાલય દ્વારા આ અંગે એક ગાઈડલાઈનમાં જણાવાયું છે કે અનેક વીજ ઉત્પાદક કંપનીએ તેની પૂર્ણ કેપેસીટીનો ઉપયોગ કરતી નથી તેવું ધ્યાનમાં આવ્યું છે અને આ કારણે તેઓ જે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં જોડાયેલા હોય છે તેમાં આવશ્યકતા મુજબ વીજ પુરવઠો આપી શકતા નથી અને જાહેર હિત માટે તમામ પાવર કંપનીઓએ તેની હાલ ઉત્પાદન શક્તિ ઉપરાંત તેની પાસે કેટલી ડીસ્પેચ ક્ષમતા છે તે સ્પષ્ટ રીતે નિશ્ર્ચિત કરીને તેની માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત કોઈપણ પાવર ઉત્પાદક કંપની કે જે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં જોડાય છે તેને પોતાને જે કરાર હોય તે રાજય કે એકમ સાથે વીજ પુરવઠાના વધેલા જથ્થા કે જેની માંગ ન થઈ હોય તેની પણ માહિતી આપવાની રહેશે અને કેન્દ્ર સરકાર જણાવે તે મુજબ તેને અન્ય જરૂરીયાતવાળા ગ્રીડમાં ટ્રાન્સફર કરવાની રહેશે. ઉપરાંત દરેક રાજયએ પોતાની આવશ્યકતા 24 કલાક અગાઉ જણાવી દેવાની રહેશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દરેક પાવર ઉત્પાદક કંપનીએ પોતાના પ્લાન્ટને ઉત્પાદન માટે સતત તૈયાર રાખવાના રહેશે.

રિલેટેડ ન્યૂઝ