મોંઘા રિચાર્જની ઝંઝટ ખતમ! લગભગ 230 રુપિયામાં આખું વર્ષ ચાલુ રહેશે સિમ

જો તમારી પાસે સેકન્ડરી સિમ છે, તો તમારે તેને એક્ટિવ રાખવા માટે પણ ઘણા પૈસા ખર્ચવા પડે છે. પરંતુ તેનો વધુ ઉપયોગ થતો નથી. ઘણા લોકો બેંક અથવા અન્ય જગ્યાએ નંબર લિંક હોવાના કારણે જ સિમને એક્ટિવ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં તમે વર્ષના લગભગ 230 રુપિયા ખર્ચ કરીને સિમને એક્ટિવ રાખી શકો છો.

આ નવો પ્રીપેડ પ્લન સરકારી ટેલિકોમ કંપની BSNLએ થોડા સમય પહેલા જ લૉન્ચ કર્યો છે. BSNLનો એક 19 રૂપિયાનો પ્રીપેડ પ્લાન આવે છે, જે તમને નંબર અથવા સિમને 30 દિવસ સુધી એક્ટિવ રાખવામાં મદદ કરશે. કંપનીએ આ પ્લાનને વોઈસ રેટ કટર નામ આપ્યું છે. આ સાથે ઓન-નેટ અને ઓફ-નેટ કોલનો દર 20 પૈસા પ્રતિ મિનિટ થઈ જાય છે. જો તમારી પાસે તમારા મોબાઈલમાં અન્ય કોઈ ડેટા પ્લાન કે બેલેન્સ ન હોય તો પણ આ પ્લાન સાથે સિમ કાર્ડ કાર્યરત રહેશે.

એટલે કે, તમે કોલ રીસીવ અને અન્ય સેવાઓનો લાભ લઈ શકશો. જો તમે 19 રૂપિયાના પ્લાનને આખા વર્ષ માટે કરાવો છો, તો આ પ્લાન તમને માત્ર 228 રૂપિયા (19 x 12 = 228)નો પડશે. BSNLનો આ પ્રીપેડ પ્લાન અન્ય ટેલિકોમ ઓપરેટર્સ કરતાં ઘણો સસ્તો છે.

અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો તમારે સિમને એક્ટિવ રાખવા માટે 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. 19 રુપિયાની સરખામણીએ ખૂબ મોંઘું છે. આ કારણે જો તમારી પાસે સેકન્ડરી સિમ છે તો તમે 19 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે જઈ શકો છો.

જો કે, આ પ્લાન સાથે તમને 3G સેવા મળશે જ્યારે અન્ય ટેલિકોમ ઓપરેટરો તેમના પ્લાન સાથે 4G સેવા ઓફર કરે છે. પરંતુ, એક રિપોર્ટ અનુસાર, BSNL પણ આ વર્ષે 15 ઓગસ્ટે દેશમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ