એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ: ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7556 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10573 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 23 કરોડનાં કામકાજ

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,43,113 સોદાઓમાં કુલ રૂ.18,152.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7555.99 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10573.17 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,079 સોદાઓમાં કુલ રૂ.4,363.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,819ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,930 અને નીચામાં રૂ.55,704 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 વધી રૂ.55,892ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.44,653 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,526ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,655ના ભાવે ખૂલી, રૂ.193 વધી રૂ.55,835ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,501ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,224 અને નીચામાં રૂ.68,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 625 વધી રૂ.68,988 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 573 વધી રૂ.69,016 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.552 વધી રૂ.69,006 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,944 સોદાઓમાં રૂ.1,715.76 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2 વધી રૂ.213.10 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.35 વધી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.80 વધી રૂ.761.90 તેમ જ સીસું જાન્યુઆરી કોન્રેરમક્ટ રૂ.0.60 વધી રૂ.189ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,230 સોદાઓમાં કુલ રૂ.1,465.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,193 અને નીચામાં રૂ.6,097 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.3 ઘટી રૂ.6,174 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3 વધી રૂ.304.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 213 સોદાઓમાં રૂ.10.47 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.60 ઘટી રૂ.1059.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,064.59 કરોડનાં 3,690.795 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,299.28 કરોડનાં 332.990 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.712.04 કરોડનાં 11,58,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.754 કરોડનાં 25195000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.47 કરોડનાં 98.28 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,019.309 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 897.416 ટન, ક્રૂડ તેલમાં 1108600 બેરલ અને નેચરલ ગેસમાં 47602500 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 509.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.23.08 કરોડનાં 297 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,506ના સ્તરે ખૂલી, 67 પોઈન્ટ વધી 15,551ના સ્તરે હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,573.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.510.87 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.120.56 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,268.97 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,669.54 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 207.05 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.105.80 ખૂલી, ઊપરમાં રૂ.143.90 અને નીચામાં રૂ.105.30 રહી, અંતે રૂ.13.10 ઘટી રૂ.131.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.23 ખૂલી, ઊપરમાં રૂ.29 અને નીચામાં રૂ.22.10 રહી, અંતે રૂ.2.50 વધી રૂ.25.85 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.112 અને નીચામાં રૂ.88.50 રહી, અંતે રૂ.9.50 વધી રૂ.104 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,478.50 ખૂલી, ઊપરમાં રૂ.1,691 અને નીચામાં રૂ.1,450.50 રહી, અંતે રૂ.154.50 વધી રૂ.1,609.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.325 ખૂલી, ઊપરમાં રૂ.370 અને નીચામાં રૂ.297 રહી, અંતે રૂ.45 વધી રૂ.355.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.137.10 ખૂલી, ઊપરમાં રૂ.158 અને નીચામાં રૂ.108.70 રહી, અંતે રૂ.5.40 ઘટી રૂ.113.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.85 ખૂલી, ઊપરમાં રૂ.24.20 અને નીચામાં રૂ.19.55 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.21.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.145 ખૂલી, ઊપરમાં રૂ.157 અને નીચામાં રૂ.127.50 રહી, અંતે રૂ.23.50 ઘટી રૂ.137 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,399 ખૂલી, ઊપરમાં રૂ.2,399 અને નીચામાં રૂ.1,974.50 રહી, અંતે રૂ.354 ઘટી રૂ.2,066 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.28.50 ખૂલી, ઊપરમાં રૂ.38 અને નીચામાં રૂ.28 રહી, અંતે રૂ.6.50 વધી રૂ.35.50 થયો હતો.

રિલેટેડ ન્યૂઝ