ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો: રોકાણકારોને ૪.૨૫ લાખ કરોડનું નુકસાન

સેન્સેક્સમાં ૮૮૭-નિટીમાં ૨૫૯ પોઈન્ટનો ઘટાડો

મુંબઈ, તા.૧૩
અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબવાની અસર સોમવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડા સાથે જોવા મળી હતી. તેના કારણે રોકાણકારોને લગભગ ૪.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૯ લાલ નિશાન પર બંધ થયા હતા. જ્યારે નિટી પ્રાઈવેટ બેક્ધના શેરમાં ૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડસઇન્ડના શેરમાં ૭.૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સ ૩ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૨ ટકા તૂટ્યા હતા. તે જ સમયે, ટેક મહિન્દ્રાના શેરમાં ૬ ટકા મજબૂતાઈ નોંધાઈ હતી. સોમવારે, સપ્તાહના પ્રથમ દિૃવસે, ભારતીય સ્થાનિક શેરબજારને અમેરિકન બેંકોના બંધ થવાને કારણે અસર થઈ હતી અને નબળા વૈશ્ર્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ સતત ત્રીજા સત્રમાં ભારે ઘટાડા સાથે બંધ રહૃાો હતો. સેન્સેક્સ ૮૯૭.૨૮ પોઈન્ટ અથવા ૧.૫૨ ટકાના ઘટાડા સાથે ૫૮,૨૩૭.૮૫ પર બંધ રહૃાો હતો. જ્યારે, નિટીમાં ૨૫૮.૬૦ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૧૭,૧૫૪.૩૦ પર બંધ થયો હતો. સંવેદૃનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ટેક મહિન્દ્રાએ જ ફાયદૃો નોંધાવ્યો હતો, જ્યારે બાકીના શેરો ઘટ્યા હતા. મોહિત જોશીને ટેક મહિન્દ્રા કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરાયા બાદૃ ટેક મહિન્દ્રાના શેરમાં ઉછાળો આવ્યો હતો. ટેક મહિન્દ્રાનો શેર રૂ. ૭૨.૭૫ અથવા ૬.૮૬ ટકા વધીને રૂ. ૧,૧૩૪.૦૦ પ્રતિ શેર બંધ રહૃાો હતો.સેન્સિટિવ ઈન્ડેક્સ સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૯ શેર લાલ નિશાન સાથે બંધ થયા છે. જ્યારે નિટી બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડસઇન્ડ બેક્ધ ૭.૩૯ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૦૬૦.૮૦ પ્રતિ શેર બંધ રહૃાો હતો. એસબીઆઈનો શેર ૩.૧૧ ટકા ઘટ્યો હતો. જ્યારે, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ સહિતના ઘણા શેરોમાં ભારે ઘટાડો થયો હતો.
બીએસઈ સેન્સેક્સ પર લિસ્ટેડ કંપનીઓની કુલ કેપ ૧૩ માર્ચે ઘટીને રૂ. ૨૫૮.૭૩ લાખ કરોડ થઈ હતી. અગાઉ શુક્રવારે, છેલ્લા ટ્રેિંડગ દિૃવસે કુલ કેપ રૂ. ૨૬૨.૯૪ લાખ કરોડ હતી.
આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટમાં રૂ. ૪.૨૧ લાખ કરોડનો ઘટાડો થયો છે. એટલે કે રોકાણકારોએ આજે ૪.૨૧ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ