આ યોટ દુનિયાની સૌથી મોંઘી રૂા.4,139 કરોડની છે
એમેઝોનનાં સંસ્થાપક અને દુનિયાનાં સૌથી અમીર વ્યકિતઓમાં સામેલ જેઠ બેજોસે તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ સાથે સગાઇ કરી લીધી છે. તેઓએ રૂા. 4,139 કરોડની કિંમતની સુપર યાટમાં સગાઇ કરી હતી. સી.એન.એન.નાં સુત્રોનાં જણાવ્યા અનુસાર પ9 વર્ષીય બેજોસ અને તેની ગર્લફ્રેન્ડ પૂર્વ પત્રકાર પ3 વર્ષીય સાંચેઝ એક બીજાને વર્ષ ર018માં ડેટ કરવાનું શરૂ કર્યુ હતું. અબજોપતિ બેજોસે વર્ષ ર019માં તેની પહેલી પત્ની મેક્ધઝી સ્કોટને છુટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ સાંચેઝ સાથેનો તેઓનો સંબંધ દુનિયાની સામે આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રૂા.પ0 કરોડ ડોલરની સુપરયાટ ઉપર બેજોસ અને સાંચેઝ સ્પેનમાં નજરે પડયા હતા આ સુપર યોગ દુનિયાની સૌથી મોંઘી યોગ છે. આ યોટનું નામ કોરૂ છે. આ યોગને ઓસિયાનો નામની કંપનીએ બનાવી છે.