- રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 210થી રૂ. 222 નક્કી કરવામાં આવી છે
- ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં ફ્લોર પ્રાઈસ 105 ગણી અને કેપ પ્રાઈસ 111 ગણી છે
- બિડ ઓફર બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, સપ્ટેમ્બર 22,
- 2023ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર સપ્ટેમ્બર 18, 2023 રહેશે બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
સાંઈ સિલ્ક (કલામંદિર) લિમિટેડ (કંપની) બુધવાર 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ઈક્વિટી શેર્સનો તેનો આઈપીઓ લઈને આવી રહી છે. આઈપીઓમાં રૂ. 6,000 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફેશ ઇશ્યૂ ફ્રેશ ઇશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2,70,72,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (વેયાણ માટેની ઓફર અને ફ્રેશ ઇશ્યૂ સાથે મળીને, ઓફર )નો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, સપ્ટેમ્બર 18, 2023ના રોજ હશે. ઓફર સબ્કિપ્શન માટે બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 210થી રૂ. 222 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે..
કંપનીએ કેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવાની દરખાસ્ત રજૂ કરી છે – રૂ. 1,250.84 મિલિયન 30 નવા સ્ટોર્સ (“નવા સ્ટોર્સ”) ઊભા કરવા માટે મૂડી ખર્ચના ભંડોળ માટે, રૂ. 253.99 મિલિયન બે વેરહાઉસ ઊભા કરવા માટેના મૂડી ખર્ચને ભંડોળ માટે, રૂ. 2,800.67 મિલિયન અમારી કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે, અમારી કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ ઋણની પુન: ચૂકવણી અથવા પૂર્વ ચૂકવણી માટે રૂ. 500 મિલિયન અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
વેચાણ માટેની ઓફરમાં નાગાકનાકા દુર્ગા પ્રસાદ ચલાવાડી દ્વારા 64,09,345 સુધીના ઇક્વિટી શેર, ઝાંસીની રાણી ચલાવાડી દ્વારા 79,49,520 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), ધનલક્ષ્મી પેરુમલ્લા દ્વારા 30,83,865 સુધીના ઇક્વિટી શેર્સ, દૂધેશ્વરા કનાકા દુર્ગારાવ ચલાવાડી દ્વારા 6,56,295 સુધીના ઇક્વિટી શેર્સ, કલ્યાણ શ્રીનિવાસ અન્નમ દ્વારા 63,46,975 સુધીના ઇક્વિટી શેર્સ, સુભાષ ચંદ્ર મોહન અન્નમ દ્વારા 21,20,500 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટા રાજેશ અન્નમ દ્વારા 5,05,500 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.