એમસીએક્સ પર શિવરાત્રિ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ: બીજા સત્રનું ટ્રેડિંગ રાબેતા મુજબ ચાલુ

સોનાના વાયદાના ભાવમાં રૂ.265 અને ચાંદીમાં રૂ.269ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં રૂ.79ની નરમાઈ: કોમોડિટી વાયદાઓમાં રૂ.1,290 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6,998 કરોડનું ટર્નઓવર: બુલડેક્સ વાયદામાં રૂ.1.92 કરોડનાં કામકાજ

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે શિવરાત્રિ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનું ટ્રેડિંગ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. બીજા સત્રની શરૂઆતમાં આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.8,289.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,289.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6997.94 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,682 અને નીચામાં રૂ.65,568 ના મથાળે અથડાઈ, રૂ.265 વધી રૂ.65,671ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.63 વધી રૂ.51,710 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.6,437ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.247 વધી રૂ.65,493ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,602 અને નીચામાં રૂ.74,424 ના મથાળે અથડાઈ, રૂ.269 વધી રૂ.74,584 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.250 વધી રૂ.74,552 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.269 વધી રૂ.74,555 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ માર્ચ વાયદો રૂ.738.40ના ભાવે ખૂલી, રૂ.1.40 વધી રૂ.736.85 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.203.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.203.80 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.181.35 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.35 વધી રૂ.222.50 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,525 અને નીચામાં રૂ.6,474 ના મથાળે અથડાઈ, રૂ.79 ઘટી રૂ.6,476 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.82 ઘટી રૂ.6,477 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.153ના ભાવે ખૂલી, રૂ.6.50 ઘટી રૂ.147.50 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 6.5 ઘટી 147.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,100 અને નીચામાં રૂ.63,100 ના મથાળે અથડાઈ, રૂ.420 વધી રૂ.63,100ના સ્તરે પહોંચ્યો હતો. કોન્ટ્રેક્ટ દીઠ બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.578.67 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.305.53 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.108.97 કરોડનાં 3,005 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.191.35 કરોડનાં 14,199 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.11.21 કરોડનાં 202 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.6.22 કરોડનાં 126 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.43.16 કરોડનાં 234 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.43.85 કરોડનાં 668 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..62 કરોડનાં 2 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.1.92 કરોડનાં 23 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 327 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 16,730 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,735 અને નીચામાં 16,703 બોલાઈ, 32 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 64 પોઈન્ટ વધી 16,735 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 6997.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.126.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.126.40 અને નીચામાં રૂ.101 ના મથાળે અથડાઈ, રૂ.38.70 ઘટી રૂ.105.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.160 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.50 ખૂલી, ઉપરમાં રૂ.4.50 અને નીચામાં રૂ.3.15 રહી, અંતે રૂ.1.90 ઘટી રૂ.3.20 થયો હતો.
સોનું માર્ચ રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.297ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.340 અને નીચામાં રૂ.297 ના મથાળે અથડાઈ, રૂ.52.50 વધી રૂ.325 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.66,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.556 ખૂલી, ઊપરમાં રૂ.565 અને નીચામાં રૂ.522 રહી, અંતે રૂ.102 વધી રૂ.563.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,779ના ભાવે ખૂલી, રૂ.110 વધી રૂ.1,742 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,740ના ભાવે ખૂલી, રૂ.114 વધી રૂ.1,683 થયો હતો. તાંબુ માર્ચ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.76 વધી રૂ.6.49 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.95ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.126.90 અને નીચામાં રૂ.95 ના મથાળે અથડાઈ, રૂ.29.70 વધી રૂ.121.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.150 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.40 ખૂલી, ઉપરમાં રૂ.9.45 અને નીચામાં રૂ.6 રહી, અંતે રૂ.3.85 વધી રૂ.9.30 થયો હતો.
સોનું માર્ચ રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.505ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.505 અને નીચામાં રૂ.446 ના મથાળે અથડાઈ, રૂ.74 ઘટી રૂ.454.50 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.64,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.250 અને નીચામાં રૂ.222 રહી, અંતે રૂ.18 ઘટી રૂ.245 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,700ના ભાવે ખૂલી, રૂ.144 ઘટી રૂ.1,600 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,150ના ભાવે ખૂલી, રૂ.78.50 ઘટી રૂ.1,140 થયો હતો. તાંબુ માર્ચ રૂ.730 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ કોઈ ફેરફાર વગર રૂ.4.39 થયો હતો.

રિલેટેડ ન્યૂઝ