ચાર બેન્કોએ એફડીના વ્યાજ દર વધાર્યા બેન્કની એફડી પર 9.1 ટકા વ્યાજ કમાવવાનો અવસર!

આ મહિને ચાર બેન્કોએ ફિકસ ડિપોઝીટ જમા પર અપાતા વ્યાજમાં વધારો કર્યો છે. આ બેન્કોમાં ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્ક, સિટી યુનિયન બેન્ક, આરબીએલ બેન્ક અને કેપીટલ સ્મોલ ફાયનાન્સ બેન્ક સામેલ છે. ખરેખર તો બેન્કમાં જમાની તુલનામાં લોનની માંગ વધુ છે. સાથે સાથે રોકાણકાર પોતાના પૈસા બહેતર રિટર્ન આપનારા રોકાણોમાં લગાવી રહ્યો છે, જેને લઈને બેન્કો પર વ્યાજ દર વધારવાનું દબાણ છે.
આશા રાખવામાં આવી રહી છે કે બેન્કો પર જમામાં ઘટનું દબાણ આ વર્ષની ત્રીજી કે ચોથી ત્રિમાસિક સુધી ખેંચી શકે છે.આ પરીસ્થિતિમાં રોકાણકાર ઈચ્છે તો લાંબા સમયગાળાની એફડીનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્ક: બેન્કે 2 કરોડ રૂપિયાથી નીચેની રકમ માટે ફિકસ ડિપોઝીટ જમાના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. નવા વ્યાજદરો એક મે 2024થી લાગુ થઈ ગયા છે. જે મુજબ બેન્ક સામાન્ય નાગરિકો માટે બેન્કનો વ્યાજ દર 4 ટકાથી 8.50 ટકા વચ્ચે છે. વરિષ્ઠ નાગરિકો માટે બેન્કનો વ્યાજદર 4.60 ટકાથી 9.10 ટકા વચ્ચે છે.
સીટી યુનિયન બેન્ક: બેન્કના નવા વ્યાજદરો 6 મે થી લાગુ છે. બેન્ક સામાન્ય નાગરિકોને 5 ટકાથી 7.25 ટકા વચ્ચે વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 5 ટકાથી 7.75 ટકાની વચ્ચે છે. સૌથી વધુ વ્યાજ 400 દિવસની એફડી પર છે.
આરબીએલ બેન્ક: બેન્કે 18થી24 મહિનાની એફડી માટે 8 ટકા વ્યાજ દર નકકી કર્યા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વિશેષ વ્યાજ મળશે, જયારે 80 વર્ષથી ઉપરનાને 0.75 ટકા વધુ વ્યાજ મળવાનું નકકી છે.

રિલેટેડ ન્યૂઝ