આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ફંડ વેલ્યુ આધારિત ડિસ્ટ્રીબ્યુટર પેઆઉટ સાથેની તેની પહેલી યુલિપ આઈસીઆઈસીઆઈ પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે આઈસીઆઈસીઆઈ પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી છે જે કંપનીની પ્રથમ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે જે તેમના ગ્રાહકોની ફંડ વેલ્યુ સાથે ડિસ્ટ્રીબ્યુટરના પેઆઉટને સંકલિત કરે છે એટલે કે ડિસ્ટ્રીબ્યુટરના કમિશનને તેમના ગ્રાહકોની એસેટ અંડર મેનેજમેન્ટ સાથે લિંક કરવામાં આવી છે. આ અનોખી પ્રોડક્ટ સમગ્ર પોલીસીની મુદત માટે રોકાણ ચાલુ રાખવા માટે તેમના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સને ઇન્સેન્ટિવ આપે છે. નોંધપાત્ર છે કે તે લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવા માટે અસરકારક ખર્ચ અને કરવેરા સાથેનો માર્ગ ઓફર કરે છે.
આ લોન્ચની જાહેરાત કરતા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર શ્રી અમિત પાલ્ટાએ જણાવ્યું હતું કે અમારી કંપનીની પ્રથમ યુનિટ લિંક્ડ પ્રોડક્ટ આઈસીઆઈસીઆઈ પ્રુ પ્લેટિનમ પોતાના ગ્રાહકોની ફંડ વેલ્યુ સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર પેઆઉટ્સ કરવા માટે તૈયાર કરવામાં આવી છે જે બંનેના માટે લાંબા ગાળાના હિતોને પ્રોત્સાહન આપે છે.
અમે નવીનતા લાવવા અને સરળ હોય તેવી પ્રોડક્ટ અને પ્રોસેસીસ રજૂ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. આ યોગ્ય ચેનલ થકી અને યોગ્ય કિંમતે યોગ્ય ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ સુનિશ્ચિત કરવાની અમારી ફિલોસોફી સાથે સંરેખિત છે. અમે એન્યુઈટી અને પેન્શન સેવિંગ પ્લેટફોર્મ પર અગ્રણી પ્રોડક્ટ્સ રજૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ