2026માં જર્મનીને પાછળ છોડી ભારત બની શકે છે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ આર્થિક મંદીના સમયમાં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાને લઈને આવેલા એક રિપોર્ટમાં ભારતની સ્થિતિ સારી દેખાઈ રહી છે. બ્રિટેન બેસ્ડ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR) તરફથી જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2026માં જર્મનીને પછાડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટમાં તે પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત 2034માં જાપાનથી આગળ નિકળી જશે અને અમેરિકા, ચીન બાદ ત્રીજા નંબર પર હશે. 

CEBRએ તે પણ કહ્યું કે, ભારતની જીડીપી 2026 સુધી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. પરંતુ મોદી સરકારે આ લક્ષ્ય 2024 માટે નક્કી કર્યું છે, એટલે કે સરકાર 2 વર્ષ મોડી આ લક્ષ્યને હાસિલ કરી શકશે. 

રિલેટેડ ન્યૂઝ