જયપુર: નવા વર્ષે 2020ની શરૂઆત થઇ ચૂકી છે. દેશ-દુનિયામાં જોરશોર સાથે નવ વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ઉજવણીના મામલે રાજસ્થાન પણ પાછળ ન રહ્યું અને અહીં 31 ડિસેમ્બરની રાત્રે લોકોએ 1 અરબ 4 કરોડનો દારૂ ઢીંચી નાખ્યો.
નવા વર્ષના આગમન અને 2019ને અલવિદા કહેવા માટે દેશ દુનિયામાં લોકોએ પોત પોતાના અંદાજમાં ઉજવણી કરી. ક્યાંક ડીજે પાર્ટીનું આયોજન થયું તો ક્યાં લોકો નશામાં ઝૂમ્યા. નવા વર્ષની ઉજવણીમાં પિયક્કડોએ એક રાતમાં 1 અરબ 4 કરોડનો દારૂ ગટગટાવી ગયા. એક દિવસના રેકોર્ડબ્રેક આબકારી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. નવા વર્ષના સ્વાગત માટે શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં પાર્ટીઓ થઇ. તેમાં લોકોએ ખૂબ દારૂના જામ છલકાવ્યા. રસપ્રદ વાત એ છે કે દારૂ પીરસવા માટે હોટલ-બાર ઉપરાંત કામચલાઉ લાયસન્સ ઇશ્યૂ કર્યા હતા.
દારૂની દુકાનોમાં મોડી રાત સુધી લોકોની ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે 104 કરોડનો દારૂ વેચીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 31 ડિસેમ્બરના રોજ સાંજથી માંડીને મોડી રાત સુધી ન્યૂ ઇયર સેલિબ્રેશન થઇ રહ્યું છે. રાજસ્થાનમાં એક જ રાતમાં 1 અરબ 04 કરોડ રૂપિયાનો દારૂ અને બિયરનું વેચાણ થયું. આ રેકોર્ડ એ વાતનો ઇશારો કરે છે કે રાજસ્થાનમાં ન્યૂ ઇયરની ઉજવણીમાં દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. શહેરના બીયર બાર, હોટલ વગેરેમાં મનમૂકીને દારૂ વેચાયો હતો.
