HDFCએ ઘટાડ્યા હોમલોનના વ્યાજદર, જુના ગ્રાહકોને પણ થશે મોટો ફાયદો

નવી દિલ્હી : નવા વર્ષે હોમ લોન લેનારા લોનધારકોને એચડીએફસી (HDFC)એ ગિફ્ટ આપી છે. એચડીએફસીએ પોતાના હોમલોનના વ્યાજદરમાં 0.05 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એચડીએફસીએ શુક્રવારે આ જાહેરાત કરી છે. બેંકના આ નિર્ણયથી જુના અને નવા બંને હોમ લોનના ગ્રાહકોને ફાયદો થશે.

એચડીએફસી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોમ લોનના રિટેલ પ્રાઇમ લેંડિંગ રેટ (આરપીએલએઆર)માં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા દર 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આશે. નોંધનીય છે કે બેંક પોતાના વેરિએબલ રેટનો દર આરપીએલઆરના આધારે નક્કી કરે છે.

રિલેટેડ ન્યૂઝ