નવી દિલ્હી: બેન્ક કર્મચારીઓના ઘણા યૂનિયનોએ આઠ જાન્યુઆરીના રોજ દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનો દ્વારા આહૂત દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ એવું સમજવામાં આવી રહ્યું છે કે બુધવારે બેન્કોના કામકાજ પર અસર પડી શકે છે. ટ્રેડ યૂનિયનોએ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓને શ્રમિક વિરોધી ગણાવતાં ભારત બંધનું આહવાન કર્યું છે. હવે બેંકોના કર્મચારીઓ તથા અધિકારીઓ આ હડતાળમાં સામેલ થતાં બેન્કીંગ સેવાઓ પર અસર પડવાની આશંકા છે. બેન્ક યૂનિયનોના કર્મચારીઓ પાસે ચાવી એક્સેપ્ટ ન કરવાનો આગ્રહ કર્યો છે. તેનાથી બની શકે કે ઘણી શાખાઓ બંધ રહે.
આ સેવાઓ પર પડે શકે છે અસર
બેન્કકર્મીઓની આ પ્રસ્તાવિત હડતાળથી સૌથી વધુ અસર ATM સેવાઓ પર પડી શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે આજકાલમાં જરૂરી કેશ ઉપાડીને પોતાની પાસે રાખી લો. બેન્કોની હડતાળથી ચેક ક્લિયરન્સમાં પણ મોડું થઇ શકે છે. બીજી તરફ આ અઠવાડિયામાં બીજો શનિવારે બેન્ક બંધ રહેશે. એવામાં લોકોને ચેક ક્લિયર હોવાના લીધે વધુ રાહ જોવી પડી શકે છે. જોકે 16 ડિસેમ્બરથી NEFT ના 24×7 કર્યા બાદ પૈસા ઓનલાઇન ટ્રાન્સફર પર કોઇ ખાસ અસર પડવાની આશા નથી.
