બજેટ 2020: રીયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ, હોમ લોનના વ્યાજ પર મળે 100% ટેક્સ છૂટ

નવી દિલ્હી: ગત થોડા સમયથી રીયલ એસ્ટેટ સેક્ટર મંદી પડી રહ્યું છે. ખાસકરીને 2016માં થયેલી નોટબંધી બાદ આ સેક્ટરમાં વેચાણ સતત ઘટતું જાય છે. જોકે ગત એક વર્ષમાં આ સેક્ટરની હાલત થોડી સુધરતી જોવા મળી રહી છે. એવામાં બજેટ 2020 (Budget 2020)થી રીયલ એસ્ટેટ સેક્ટર ખૂબ આશાઓ છે. આ સેક્ટરને લઇને તેમની ઘણી માંગ પણ છે. રીયલ એસ્ટેટ સેક્ટરની સૌથી મોટી ડિમાન્ડ આ સેક્ટરના રિવાઇલ કરી છે.

રિયલ એસ્ટેટના ડેવલોપરની સંસ્થા ક્રેડાઇએ આ ક્ષેત્રના ઉદ્યોગને દરજ્જો આપવાની માંગ પુનરાવર્તિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી પાસે હોમ લોન પર વ્યાજ ચૂકવવાપાત્ર પર સો ટકા ડિડક્શન (ઘટાડો)નો લાભ આપવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે જો વર્ષ 2020 સુધી બધા આવાસ ઉપલબ્ધ કરાવવાની છે તો સરકારે એફોર્ડેબલ હાઉસની પણ પરિભાષા બદલવી જોઇએ. 

રિલેટેડ ન્યૂઝ