સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું…

સોનાના ભાવ માં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવ (Silver price) માં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ