BigBloc Construction Limited, ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રીટ (અઅઈ) બ્લોક્સ, બ્રિક્સ તેમજ એએલસી પેનલ્સનાં અગ્રણી ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક્સ ક્ધસ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી ક્ધસોલિડેટેડ રેવન્યુ રૂ. 72.81 કરોડ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 56.82 કરોડની સરખામણીમાં વાર્ષિક 28.1% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 8.06 કરોડ (એબિટા માર્જીન 11.06%) નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6.11 કરોડ (એબિટા માર્જીન 10.75%) ની સરખામણીમાં 31.79%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક માટે ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 48.91 લાખ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 15.28 લાખની સરખામણીમાં વાર્ષિક 220% વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ક્ધસોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન આશરે 67% રહ્યું છે. સ્ટારબિગબ્લોક બિલ્ડીંગ મટિરીયલ લિમિટેડ અને બિગબ્લોક બિલ્ડીંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન અનુક્રમે 90% તથા 63% રહ્યું છે, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ માટે 51% નોંધાયું છે.