હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તરફથી લો પેથોજેનિક એવિઅન ઇન્ફ્લુએન્ઝા વેક્સિનનાં ઉત્પાદન અને વેચાણ માટે લાયસન્સ મેળવ્યું છે. આ વેક્સિનમાં મરઘા માટે ઇં9ગ2 સ્ટ્રેનને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે.
લો પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇં9ગ2 સ્ટ્રેન પોળ્ટ્રી માટે સતત પડકારરૂપ રહ્યું છે અને તે યર-રાઉન્ડ કોમ્બોર્ડિટી સર્જે છે, જેના કારણે મહત્વપૂર્ણ ઇકોનોમિક ખોટ થાય છે. ઇં9ગ2 લેયર્સમાં એગ પ્રોડક્શનમાં અપરિવર્તનીય ઘટાડો કરી શકે છે અને બ્રોઇલર્સમાં પર્ફોર્મન્સ લોસ સર્જે છે. ઉપરાંત, અન્ય ઇન્ફેક્શન્સની હાજરીમાં તે હાઇ-મોર્ટાલિટી તરફ પણ દોરી શકે છે.
આ લાયસન્સ હેસ્ટરનાં પ્રિવેન્શન આધારિત પોળ્ટ્રી હેલ્થકેર પોર્ટફોલિયોનાં વિકાસ માટે મુખ્ય રેગ્યુલેટરી માઇલસ્ટોન છે. આ વેક્સિન એગ્રિનોવેટ ઇન્ડિયા દ્વારા ઈંઈઅછ-ગઈંઇંજઅઉ તરફથી મેળવેલી ટેક્નોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવી છે.
