Jai Hind

શેરબજારમાં ગાબડુ: સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યા બાદ આંશિક રીકવરી: મેટલ શેરોમાં ભારે વેચવાલી

હિન્દુસ્તાન ઝીંક, હિન્દ કોપર, નેલ્કો, ટાટા સ્ટીલ, વેદાંતા સહિતના શેરોમાં ગાબડા

શેરબજારમાં આજે તેજીને બ્રેક લાગી હતી અને જોરદાર અફડાતફડી વચ્ચે સેન્સેક્સ ઇન્ટ્રાડે 600 પોઇન્ટથી વધુ ગગડ્યા બાદ આંશિક રીકવર થયો હતો. કરન્સી માર્કેટમાં સ્થિરતા હતી.
શેરબજારમાં આજે શરુઆત જ નબળા ટોને થઇ હતી વિશ્ર્વ બજારોની મંદી તથા અમેરિકાની ઇરાન તથા ક્યુબાને ક્રુડ આપવા સામે વિશ્ર્વના અન્ય દેશોને ટેરીફની ધમકીના અહેવાલોથી ગભરાટ સર્જાયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી વિશ્ર્વસ્તરે ભોગોલિક ટેન્શન, અમેરિકામાં ફેડરલ રિઝર્વમાં ચેરમેન પદે નવી નિયુક્તિ જેવા કારણોથી પણ સાવચેતીનું માનસ હતું. રવિવારે બજેટ જાહેર થવાનું છે અને માર્કેટ પણ ખુલ્લું રહેવાનું છે તે પૂર્વે નવા વેપારમાં સાવધાની રાખવાનું વલણ હતું અને તેના કારણે વેપાર પણ પ્રમાણમાં ઓછા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિકએન્ડમાં અમેરીકાના કોઇ એક્શન આવે છે કે તેમ અને બજેટમાં કેવી દરખાસ્તો આવે છે તેના પર નવા સપ્તાહમાં ટ્રેન્ડ નક્કી થવાની શક્યતા છે.
શેરબજારમાં છેલ્લા કેટલાક વખતથી લાઇટમાં રહેલા મેટલ શેરોમાં આજે કડાકા સર્જાયા હતા. સોના-ચાંદીના ભાવ તુટતા હિન્દુસ્તાન ઝીંક 10 ટકા પટકાયો હતો. આ સિવાય નેલ્કો, વેદાન્તા, હિન્દુસ્તાન કોપર, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ગાબડા હતા. આ ઉપરાંત હુડકો, આઇસીઆઇસીઆઇ બેન્ક, યશ બેન્ક, કોલગેટ, પતંજલી વગેરેમાં ઘટાડો હતો. બીજી તરફ વેદાંતા, બ્લુ સ્ટાર, અરવિંદો ફાર્મા, નેશલે, ડીક્સોન ટેકનોલોજી, સ્ટેટ બેંક, જીઇ સીપીંગ, એક્સીસ બેન્ક, પારસ પેટ્રો, ટાટા કેપીટલ જેવા શેરોમાં સુધારો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 239 પોઇન્ટના ઘટાડાથી 82327 હતો જે ઉંચામાં 82430 તથા નીચામાં 81941 હતો. નીફટી 81 પોઇન્ટ ઘટીને 25337 હતો જે ઉંચામાં 25370 તથા નીચામાં 25213 હતો.