ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતિ સપ્તાહના ભાગરૂપે #PleaseGrowUp’ નામના ડિજીટલ માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરી

ભારતમાં માર્ગ અકસ્માતોમાં થતા મોટાભાગના મૃત્યુ માટે માનવીય ભૂલ જવાબદાર હોવાને કારણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક (ઉજ્જીવન જઋઇ)એ માર્ગો પર અપરિપક્વ અને બેદરકાર વર્તન જેવા માર્ગ અકસ્માતોના સૌથી નજરઅંદાજ કરાયેલા કારણોમાંથી એકને ઉકેલવા માટે#PleaseGrowUp’ નામનું ડિજીટલ માર્ગ સલામતી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
અભિયાન વાત કરતાં ઉજ્જીવન જઋઇ સ્મોલ ફાઇનાન્સ બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર લક્ષ્મણ વેલાયુથમે જણાવ્યું કે, ’માર્ગ સલામતી અંગેના સંદેશ ઘણી વખત અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકતા નથી કારણ કે સમય જતાં અસુરક્ષિત વર્તનને સામાન્ય માનવામાં આવવા લાગ્યું છે. #PleaseGrowUp’ પહેલ દ્વારા અમે એક તાજો અને સર્જનાત્મક અભિગમ અપનાવવાનો પ્રયાસ કર્યો છે, જે લોકોને થોડી ક્ષણ રોકાઈને પોતાના વર્તન પર વિચાર કરવા પ્રેરિત કરે. એક જવાબદાર બેંક તરીકે, સમુદાયની સુખાકારી માત્ર નાણાંકીય સમાવેશ સુધી સીમિત નથી તેમાં આત્મજાગૃતિ અને જવાબદાર નાગરિકત્વની જરૂરિયાત પણ સામેલ છે.’

રિલેટેડ ન્યૂઝ