Jai Hind

હિન્દુસ્તાન ઝિંકે વેદાંતા મેટલ બજારમાં ‘ઝિંક મૂલ્ય’ લોન્ચ કર્યું, ભારતના એમએસએમઇ માટે રિયલ-ટાઇમ માર્કેટ ઍક્સેસનો વિસ્તાર

ભારતના 77 મા પ્રજાસત્તાક દિવસે, વિશ્વના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક અને વૈશ્વિક સ્તરે ટોચના પાંચ સિલ્વર ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે પોતાની અગ્રણી મેટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ વેદાંતા મેટલ બજાર (વીએમબી) પર ‘ઝિંક મૂલ્ય’ નામનું આઈએનઆર લાઇવ પ્રાઇસિંગ મોડ્યુલ લોન્ચ કરવાની જાહેરાત કરી.
મેટલ પ્રાઇસિંગ સુધી સમાન અને સરળ ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરાયેલ ‘ઝિંક મૂલ્ય’ ભારતભરના વ્યવસાયોને-ખાસ કરીને એમએસએમઈ અને નાના વોલ્યુમના ખરીદદારોને-ભારતીય રૂપિયામાં પારદર્શક, રિયલ-ટાઇમ મેટલ કિંમતો જોવા, બુક કરવા અને લોક કરવાની સુવિધા આપે છે. આ કિંમતો વૈશ્વિક બેન્ચમાર્ક્સ સાથે સુસંગત છે અને હિન્દુસ્તાન ઝિંકની સમાવેશક, ડિજિટલી સશક્ત અને આત્મનિર્ભર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.