2026 – પેઈન્ટ અને કોટિંગ્સ ઉદ્યોગમાં વૈશ્ર્વિક આગેવાનની સ્થાનિક પાંખ જોતુન ઈન્ડિયાએ આજે જોતાશિલ્ડ ઈટર્ના લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી, જે તેના પ્રીમિયમ એક્સટીરિયર પેઈન્ટ પોર્ટફોલિયોમાં પથદર્શક ઈનોવેશન છે. વિશ્ર્વસનીય જોતાશિલ્ડ છત્ર હેઠળ સર્વોચ્ચ ગુણવત્તાની ઓફર તરીકે સ્થાનબદ્ધ ઈટર્ના રંગ ઝાંખો પડવો, કચરો જમા થવાથી ભારે વરસાદની થપાટો સુધી મુખ્ય બહારી પેઈન્ટના પડકારોને પહોંચી વળે છે. તે આધુનિક સેલ્ફ- ક્લીનિંગ વિશિષ્ટતા દ્વારા પાવર્ડ હોઈ દીવાલો પરનો રંગ તાજો જ રંગવામાં આવ્યો હોય તેવો દેખાવ આપે છે.
આ લોન્ચ પર બોલતાં જોતુન ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શશી કુમાર વેણુગોપાલે જણાવ્યું હતું કે, ‘ભારતીય એક્સટીરિયર્સ કાળઝાળ ગરમી, ભારે ચોમાસુ, ભેજ અને ઉચ્ચ ગંદકીની સપાટીઓ જેવી તીવ્ર હવામાનની વૈવિધ્યતાને સન્મુખ થાય છે, જે સર્વ રંગકામ કરેલી સપાટીઓને નુકસાન કરે છે. જોતાશુલ્ડ ઈટર્ના સાથે અમે જોતુનની વૈશ્ર્વિક નિપુણતા અને ઊંડાણભરી સ્થાનિક ઈનસાઈટ્સને એકત્ર લાવીને ખરા અર્થમાં ટકાઉ બહારી પેઈન્ટ નિર્માણ કરે છે. આ બહેતર રક્ષણની જ વાત નથી, પરંતુ ગ્રાહકોને મનની શાંતિ આપવા વિશે છે, જેમાં રંગ જાળવી રાખતી દીવાલો, ગંદકી પ્રતિરોધકતા અને વર્ષોથી રંગ તાજો દેખાય તેનો સમાવેશ થાય છે. ઈટર્ના આજ સુધીની સૌથી અવ્વલ બહારી ઓફર આલેખિત કરે છે અને ભારત માટે નાવીન્યતા પ્રેરિત, હાઈ પરફોર્મન્સ સમાધાન પ્રત્યે જોતુનની લાંબા ગાળાની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.’