Jai Hind

એશિયન ગ્રેનિટો ઇન્ડિયાએ 9MFY26 માટે રૂા. 43.83 કરોડનો મજબૂત નેટ પ્રોફિટ નોંધાવ્યો

ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક ઐશિયન સૈનિટો ઇન્ડિયા લિમિટેડે (AGL) ડિસેમ્બર 2025નાં અંતે પૂરા થતા નવ મહિનાનાં ગાળા માટે રૂ. 1,219.10 કરોડ ક્ધસોલિડેટેડ નેટ સેલ્સ નોંધાવ્યો છે. જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 1,102.24 કરોડની સરખામણીમાં 10,60%નો વધારો દર્શાવે છે. માંગને કારણે સેલ્સમાં વધારો તથા ઓપરેશનલ ક્ષમતાને કારણે પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગત વર્ષે રૂ. 4.97 કરોડની ખોટની તુલનામાં કંપનીએ રૂ. 43.83 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે એબિટા વાર્ષિક 134.43%ની વૃદ્ધિ સાથે રૂ. 102.34 કરોડ રહ્યો છે.
નાણાકીય વર્ષ 2026નાં ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ ક્ધસોલિડેટેડ નેટ સેલ્સ રૂ. 423,93 કરોડ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળા માટે રૂ. 366.09 કરોડની સરખામણી 15.80%નો વધારો દર્શાવે છે. આ ગાળા માટે નેટ પ્રોફિટ રૂ. 20,07 કરોડ રહ્યું છે, જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 4.53 કરોડની ખોટ નોંધાઇ હતી. એબિટા માર્જીન 603 બાતથી વધીને 9.62% નોંધાયું છે, જ્યારે એબિટા ઓપરેશનલ ક્ષમતાને કારણે 210.21% વધીને રૂ. 40.80 કરોડ રહ્યું છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4.42 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યું છે, જે 336.25%નો વધારો દર્શાવે છે, એબિટા ગત વર્ષે સમાન ગાળા દરમિયાન રૂ.1.61 કરોડની ખોટની તુલનામાં આ વર્ષે રૂ, 7.91 કરોડ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે રેવન્યુ 3. 800.48 કરોડ તથા નેટ પ્રોફિટ રૂ. 17.39 કરોડ નોંધાયું છે.