શરૂઆતથી 16.59 ટકા સીએજીઆર નોંધાવ્યો, જે બજાર ચક્રમાં મજબૂત અને સુસંગત કામગીરી દર્શાવે છે
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (ઊંખઅખઈ/ ઊંજ્ઞફિંસ ખીિીંફહ ઋીક્ષમ)એ કોટક ફ્લેક્સીકેપ ફંડના 15 વર્ષ પૂરા કર્યાના સીમાચિહ્નની જાહેરાત કરી છે. આ સ્કીમે શરૂઆતથી જ 16.59 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે અને વિવિધ બજાર વાતાવરણમાં મજબૂત લાંબા ગાળાના પર્ફોર્મન્સનો રેકોર્ડ બનાવ્યો છે.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, કોટક ફ્લેક્સીકેપ ફંડ 15 વર્ષ પૂરા કરે છે તે અમારા માટે અને ફંડ પ્રત્યે પ્રતિબદ્ધ રહેલા રોકાણકારો માટે ગર્વની ક્ષણ છે.
એક કેટેગરી તરીકે ફ્લેક્સીકેપ મહત્વપૂર્ણ છે કારણ કે તેના દ્વારા રોકાણકારો ભારતના વિકાસમાં ભાગ લઈ શકે છે અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફાળવણીના નિર્ણયો અનુભવી રોકાણ ટીમ પર છોડી દે છે.