ઝોડિયાક એનર્જી લિમિટેડે 09 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી તેની બોર્ડ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા (ચ3 ઋઢ26) માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન તથા કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા માટે, ઝોડિયાક એનર્જી લિમિટેડે રૂા.137.55 કરોડની સ્ટેન્ડઅલોન ઓપરેશન્સમાંથી આવક અને રૂા.5.07 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે. તે જ રીતે, 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ નવ માસના ગાળા માટે, કંપનીએ રૂા.332.38 કરોડની ઓપરેશન્સમાંથી આવક અને રૂા.10.44 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે.