એમેઝોને આજે જાહેરાત કરી છે કે 55 કરોડથી વધુ પ્રોડક્ટ્સની સેમ-ડે અથવા નેક્સ્ટ-ડે ડિલિવરી સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે વર્ષ 2025ના વર્ષમાં સૌથી ફાસ્ટેટ ડિલિવરી નોંધવામાં આવી છે, જેમાં ગત વર્ષની સરખામણીમાં 40% વધારો નોંધાયો છે. ભારતમાં પ્રાઇમ મેમ્બર્સે વર્ષ 2025માં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપના ખર્ચની સરખામણીમાં સરેરાશ બે ગણી જેટલી રકમ પણ બચાવી છે, જે સમગ્ર દેશભરના ગ્રાહકોને પ્રાઇમ દ્વારા પૂરા પાડવામાં આવતું મૂલ્ય રેખાંકિત કરે છે. ટોચના10% પ્રાઇમ મેમ્બર તેમની પ્રાઇમ મેમ્બરશિપના ખર્ચ કરતાં આઠ ગણીથી વધારે રકમ બચાવે છે, જે તે સાબિત કરે છે કે ગ્રાહકો દ્વારા અળફુજ્ઞક્ષ.શક્ષ ઉપર જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે પ્રાઇમ એકથી વધુ રિવોર્ડ, એક્સક્લુઝિવ ડીલ્સ, ઑફર્સ અને કેસબેકની સાથે ફ્રી અને ફાસ્ટ ડિલિવરી સાથે તેમને વધુ બચત કરવામાં મદદ કરે છે. ફાસ્ટ ડિલિવરી અને ગ્રેટ ડીલ્સ સિવાય, પ્રાઇમ મેમ્બરશિપ નવી પ્રોડક્ટ લોન્ચનો વહેલો એક્સેસ, પ્રાઇમ વીડિયો ઉપર એવોર્ડ વિનિંગ શો અને મૂવી, અનલિમિટેડ મ્યુઝિક સ્ટ્રિમિંગ, આકર્ષક ગેમિંગ પર્ક અને વિશેષ તૈયાર કરેલા રીડિંગ ક્ધટેટન્ટ જેવા અનેક લાભોનો ખજાનો મેળવી શકે છે.
એમેઝોન ઉપર ભારતના નોન-મેટ્રો શહેરોમાંથી 70%થી વધારે નવા પ્રાઇમ મેમર્સ સાઇન અપ કરી રહ્યાં છે અને તેઓ નોન-પ્રાઇમ મેમ્બર્સની સરખામણીમાં પાંચ વખત વધુ વખત શોપિંગ કરે છે. એમેઝોન બેંગલુરુ, દિલ્હી-ગઈછ અને મુંબઇના કેટલાક વિસ્તારોમાં થોડી મિનિટોમાં એમેઝોન નાઉ સાથે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી ઉપલબ્ધ કરે છે, જે અંતર્ગત પ્રાઇમ મેમ્બર એક વખત આ સેવાનો ઉપયોગ શરૂ કરે તેની સાથે તેમની શોપિંગ ફ્રિકવન્સી ત્રણ ગણી કરતાં જોવા મળ્યાં છે.