Jai Hind

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો નેટ પ્રોફિટQ3 FY26 માટેY-o-Y 37.70% વધીને રૂ.28.60 કરોડ નોંધાયો, કામગીરીમાંથી આવક 13.49% વધીને રૂ. 166.32 કરોડ

ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (ઇજઊ: 531633, ગજઊ: કઈંગઈઘકગ) નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 28.60 કરોડ નોંધાવ્યું છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 20.77 કરોડની સરખામણીમાં 37.70%નો વધારો સૂચવે છે. ડિસેમ્બર 2025નાં અંતે પૂર્ણ થતા ત્રિમાસિક માટે કામગીરીમાંથી આવક રૂ.166.32 કરોડ નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ.146.55 કરોડ નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ.38.74 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.32.63 કરોડની સરખામણીએ 18.73%નો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2026નાંત્રીજા ત્રિમાસિક ગાળા માટે પ્રતિ શેર ઊઙજ રૂ. 14.28 નોંધાયો છે.