ત્રીજા ક્વાર્ટરમાં EBITDA રૂ.2,396 મિલિયન, YoY 29 ટકાનો વધારો: ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 1,932 મિલિયન, YoY 36.8 ટકાનો વધારો
અગ્રણી પ્રિસિઝન એન્જિનિયરીંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની બાલુ ફોર્જ ઈન્ડસ્ટ્રીયલ લિમિટેડ (કંપની અથવા બીએફઆઈએલ(BSE: 531112 NSE: BALUFORGEએ 31 ડિસેમ્બર, 2025નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિના માટેનાં ઓડિટ વિનાનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કામગીરી અંગે ટિપ્પણી કરતા BFILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જસપાલ સિંહ ચંડોકે જણાવ્યું કે, 2025-26નાં નવ મહિનામાં સાતત્યપૂર્ણ માંગની ગતિને કારણે કામગીરીમાંથી રૂ. 8,438 મિલિયનની આવક નોંધાવી હતી જે વર્ષ પ્રતિ વર્ષ ધોરણે 29 ટકાનો વધારો સૂચવે છે.
EBITDA 3. 2,396 મિલિયન હતી જે વર્ષ પ્રતિ વર્ષ ધોરણે 36.1 ટકાનો વધારો સૂચવે છે અને ઊઇઈંઝઉઅ માર્જિન 28.ટકા હતા, જે સ્થિર ખર્ચ માળખું અને ઓપરેટિંગ લીવરેજ લાભો પ્રદર્શિત કરે છે. કરવેરા પછીનો નફો રૂ. 1,932 મિલિયન અને ઙઅઝ માર્જિન 22.6 ટકા હતો. આ કામગીરી શિસ્તબધ્ધ અમલીકરણ, માર્જિન લવચીકતા અને બાલુ ફોર્જનાં ઇન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મની વર્તમાન મજબૂતાઈ પર ભાર મૂકે છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે ઉચ્ચ અસર ધરાવતી વ્યૂહાત્મક અસ્કયામતોના એક સમૂહને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે, જે કંપનીને આગામી દાયકા દરમિયાન સતત વૃદ્ધિ કરવા મજબૂત સ્થિતિમાં મૂકે છે.
અમારી નવી કાર્યરત થયેલી પ્રિસિઝન મશીનિંગ ફેસિલિટી હવે સંપૂર્ણપણે વ્યાવસાયિક બની ગઈ છે, જે અદ્યતન 7-એક્સિસ અને 11-એક્સિસ ઈગઈ મશીનિંગ લાઈન્સથી સજ્જ છે. આ ક્ષમતા અમને માઇકોન-લેવલની ચોકસાઈ સાથે વિશિષ્ટ મિશ્ર ધાતુઓમાંથી અત્યંત જટિલ ઘટકોનું ઉત્પાદન કરવા માટે સક્ષમ બનાવે છે, જે બાલુ ફોર્જને મુલ્ય શ્રુંખલામાં નિર્ણાયક રીતે ઉચ્ચ સ્તરે લઈ જાય છે અને મિશન-ક્રિટિકલ એપ્લિકેશન્સમાં અમારી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
સાથે સાથે, અમે આર્ટિલરી શેલ (તોપના ગોળા) માટેની અમારી સમર્પિત પ્રોડક્શન લાઈનનું વ્યાવસાયિક સંચાલન શરૂ કર્યું છે. જેમાં ખાસ કરીને ઉચ્ચ માંગ ધરાવતી 155 ળળ લાર્જ કેલિબર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે અમારી સફરમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા સેગમેન્ટમાં સ્વદેશી ક્ષમતાઓનું નિર્માણ કરીને આત્મનિર્ભર ભારત’ના વિઝન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.