નિસાન મોટર ઈન્ડિયાએ આજે રૂ. 5.65 લાખની આકર્ષક પ્રારંભિક કિંમતે બિલકુલ નવી નિસાન ગ્રેવાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. બોલ્ડ અને ગેમ-ચેન્જિંગ 7 સીટર એમપીવી એવી ગ્રેવાઇટ નિસાન ઈન્ડિયાની સફરમાં એક નવા પ્રકરણના પ્રારંભને દર્શાવે છે.
ભારતથી પ્રેરિત, ભારતમાં બનેલી, ભારત માટે બનેલી ગ્રેવાઇટ નિસાન મોટર ઈન્ડિયાની નવી પ્રોડક્ટ છે, જે નિસાન મોટર ઈન્ડિયાની નવી પ્રોડક્ટ ઓફેન્સિવ વ્યૂહરચના હેઠળ રજૂ કરવામાં આવી છે, જે ભારતમાં કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા તથા હાજરીનો સંકેત આપે છે.
1.4 અબજ ભારતીયો અને દેશની વિવિધતાને આકાર આપતી 19,000થી વધુ ભાષાઓ તથા પરંપરાઓમાંથી ગ્રેવાઇટ નામની પ્રેરણા મળી છે. ગ્રેવાઇટને ખાસ કરીને ભારતીય પરિવારોની બદલાતી આકાંક્ષાઓને પહોંચી વળવા માટે હેતુપૂર્વક બનાવવામાં આવી છે. તે જગ્યા, વિવિધ પ્રકારની ઉપયોગિતા, આરામ અને રોજબરોજના વ્યવહારુ ઉપયોગ સાથે રસ્તા પર મજબૂત હાજરીનો સમન્વય ધરાવે છે.