આબોહવા પરિવર્તન શહેરો, ખેતરો અને વૈશ્વિક સપ્લાય ચેઇનને વધુને વધુ અસર કરી રહી હોવાથી, વિશ્વભરના વ્યવસાયો માટે ટકાઉપણું એક વ્યૂહાત્મક આવશ્યકતા બની ગયું છે. વધતા કાર્યકારી ખર્ચ, પર્યાવરણીય જોખમો અને કડક નિયમોનો અર્થ એ છે કે કંપનીઓ હવે ટકાઉપણાને વૈકલ્પિક તરીકે જોઈ રહી નથી. આ માળખાકીય પરિવર્તનના પ્રતિભાવમાં, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ઇએસજી બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રેટેજી ફંડ શરૂ કર્યું છે, જે રોકાણકારોને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ સાથે જોડાયેલા રહેવા સક્ષમ બનાવે છે, જ્યારે મજબૂત ઇએસજી પ્રદર્શન ધરાવતી કંપનીઓમાં એક્સપોઝર મેળવે છે.
ઇએસજી સ્વીકૃતિ ભારતીય કોર્પોરેટ જગતને વેગ આપે છે
ભારતમાં ઇએસજી સિદ્ધાંતોનું એકીકરણ ઝડપથી વધ્યું છે. 2025ના સેબી ડેટા મુજબ, ભારતની ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓએ નિયમનકારી આવશ્યકતાઓને કારણે ટકાઉપણા અહેવાલો પ્રકાશિત કર્યા હતા, જેનું પ્રમાણ એક દાયકા પહેલા ફક્ત 100 કંપનીઓ પૂરતું હતું. નાણાંકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં, સેબીની બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ (ઇછજછ) મુખ્ય આવશ્યકતાઓ ટોચની 500 કંપનીઓ સુધી વિસ્તરશે, જેમાં ટકાઉપણાની મુખ્યઅંગે મૂલ્યાંકન અથવા ખાતરીની જરૂર પડશે.
કમ્પ્લાયન્સ ઉપરાંત કંપનીએ ઇએસજી રૂપરેખાને નીચેની બાબતો સાથે જોડી રહી છે:
પર્યાવરણીય તથા નિયમનકારી જોખમોમાં આગળ વધવા
સ્થિતિસ્થાપકતા ઊભી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા
બ્રાન્ડની પ્રતિષ્ઠા અને હિસ્સેદારોનો વિશ્વાસ વધારવા
લાંબા ગાળે સ્થાનિક અને વૈશ્વિક મૂડી આકર્ષવા
મોટી અને વિકસી રહેલી ઇએસજી તક
વૈશ્વિક સ્તરે, ઇએસજી-સંકલિત તકો મોટા પાયે વિસ્તરી રહી છે. 2025માં વૈશ્વિક સ્તરે વાર્ષિક સ્વચ્છ ઊર્જા રોકાણ 2.3 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયું છે જ્યારે 2030 સુધીમાં સર્ક્યુલર ઇકોનોમી 4.5 ટ્રિલિયન યુએસ ડોલર જેટલી થવાની ધારણા છે. 2050 સુધીમાં વિશ્વની 68 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહેવાનો અંદાજ છે તથાગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ આવાસની માંગમાં તીવ્ર વધારો થવાની ધારણા છે.