ટ્રાઈડેન્ટ ગ્રુપની મુખ્ય કંપની અને ભારતની અગ્રણી બિઝનેસ ગ્રુપ પૈકીની એક એવી ટ્રાઈડેન્ટ લિમિટેડ દ્વારા તેના મેન્યુફેક્ચરિંગ એકમોમાં 3,000 થી વધુ કર્મયોગીઓની નિમણૂક કરવા માટે એક વ્યાપક ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ કાપડ ઉત્પાદન (ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને મજબૂત કરવા અને રોજગાર નિર્માણ વધારવાના રાષ્ટ્રીય એજન્ડાને અનુરૂપ હાથ ધરવામાં આવી રહી છે.
ટ્રાઈડેન્ટ ગ્રુપના ગ્રુપ ઈઇંછઘ પૂજા બી. લુથરાએ આ જાહેરાત અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ટ્રાઈડેન્ટમાં અમે દૃઢપણે માનીએ છીએ કે પ્રતિભા એ ભારતના ઉત્પાદન ક્ષેત્રના પરિવર્તનનો પાયો છે. આ મોટા પાયાની ભરતી પહેલ દ્વારા, અમે રાષ્ટ્રીય વિઝનને સમર્થન આપવાની સાથે અમારા કાર્યબળને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. વ્યવસાયિક વિસ્તરણ ઉપરાંત, અમારું ધ્યાન લાંબા ગાળાની કારકિર્દી ઘડવા, સમુદાયોને સશક્ત બનાવવા અને વૈશ્વિક ઉત્પાદન નેતૃત્વ તરફની ભારતની સફરમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પર છે.