Jai Hind

કામકાજ સપ્તાહના અંતિમ દિૃવસે રોકાણકારોને રૂા.૩ લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં ૧,૦૯૭ પોઇન્ટનો કડાકો

આઇસીઆઇસીઆઈ અને એચડીએફસી જેવા ખાનગી બ્ોિંંકગ શેરોમાં વેચવાલી

સોના-ચાંદીમાં અફડાતફડી
મધ્ય-પુર્વમાં ભીષણ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં અફડાતફડીનો દોર રહ્યો છે. બન્ને મેટલમાં જોરદાર વધઘટ છે. હાજર સોનુ 164500 હતુ. વાયદામાં 160250નો ભાવ હતો. વિશ્ર્વબજારમાં 5108 ડોલર હતું. હાજર ચાંદી 272000 હતી. વાયદામાં 267100નો ભાવ હતો. વિશ્ર્વબજારમાં 84.25 ડોલર હતો. વેપારીઓએ કહ્યું કે ગઈરાત્રે સોનુ 5100 ડોલરની નીચે ઉતરી ગયુ હતું. આજે આંશિક રિકવર થયુ હતું. યુદ્ધને કારણે ભાવમાં ઉછાળાના આશાવાદથી વિપરીત હાલત છે.

વૈશ્ર્વિક બજારોમાં નબળા સંકેતો વચ્ચે કારોબારી સપ્તાહના અંતિમ દિૃવસે શેરબજારમાં કડાકો થયો છે. સેન્સેક્સ અને નિટી બંને જબરદૃસ્ત ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ ૧૦૧૭ પોઇન્ટના ઘટાડા સાથે ૭૮,૯૯૮ અંકે બંધ થયો જ્યારે નિટી ૨૯૬.૮૦ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪,૪૬૯.૧૦ અંકે બંધ થયો.
આઇસીઆઇસીઆઈ અને એચડીએફસી જેવા ખાનગી બેિંંકગ શેરોમાં વેચવાલીથી બજાર પર સૌથી વધુ અસર પડી. આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, વિદૃેશી બજારોમાંથી નબળા સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે પ્રોફિટ બુિંકગ હોવાનું માનવામાં આવે છે. નાણાકીય અને રિયલ્ટી શેરોમાં ઘટાડાએ પણ બજારને નીચે ખેંચી લીધું. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તણાવ વધવાની આશંકાએ રોકાણકારોમાં િંચતા પેદૃા કરી છે.
રોકાણકારોએ બજાર મૂડીમાં આશરે રૂા.૩ લાખ કરોડનું નુકસાન કર્યું. આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, વિદૃેશી બજારોમાંથી નબળા સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફા-બુિંકગ હોવાનું માનવામાં આવે છે.