આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ના અવસરે, એમેઝોન ઇન્ડિયાએ આજે સૈન્ય પરિવારોની મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતાની તકો વધારવા માટે આર્મી વિમેન્સ વેલ્ફેર એસોસિએશન (અઠઠઅ) સાથે સમજૂતી પત્ર (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કરવાની ઘોષણા કરી છે. એમેઝોનના વાર્ષિક કાર્યક્રમ ’ઊહયદફયિંઇંઊછ’ માં જાહેર કરવામાં આવેલ આ ખજ્ઞઞ, અઠઠઅ સાથે નોંધાયેલી સેંકડો મહિલા ઉદ્યોગસાહસિકો, જેમાં સૈન્ય કર્મચારીઓના પત્નીઓ, નિવૃત્ત સૈનિકોના પત્નીઓ, વીર નારીઓ અને વિધવાઓનો સમાવેશ થાય છે, તેમને 2029 સુધીમાં અળફુજ્ઞક્ષ.શક્ષ પર પોતાનો વ્યવસાય શરૂ કરવા અને વિકસાવવા માટે સક્ષમ બનાવશે. આ સમજૂતીના ભાગરૂપે, એમેઝોન ઈ-કોમર્સ અને માર્કેટપ્લેસની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે વ્યવસ્થિત તાલીમ અને ઓનબોર્ડિંગ સહાય પૂરી પાડશે.
અઠઠઅ ના ઉદ્યોગસાહસિકોને એમેઝોનના ફુલફિલમેન્ટ અને લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ મળશે, તેમજ ’એમેઝોન સહેલી’ સ્ટોરફ્રન્ટ દ્વારા તેમના ઉત્પાદનોને વિશેષ ઓળખ મળશે. આ સંયુક્ત સહયોગ લશ્કરી પરિવારોની મહિલાઓને સમગ્ર ભારતના ગ્રાહકો સુધી પહોંચવા અને આવકના ટકાઉ સ્ત્રોત ઊભા કરવામાં મદદરૂપ થશે.આ ખજ્ઞઞ ની જાહેરાત એમેઝોનના વાર્ષિક કાર્યક્રમ – ઊહયદફયિંઇંઊછમાં કરવામાં આવી હતી, જે મહિલા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોની સફળતાની ઉજવણી કરે છે અને તેમને ટેકો આપે છે.આ ખજ્ઞઞ ના ભાગરૂપે, એમેઝોન 2029 સુધીમાં આર્મી વિમેન્સ વેલ્ફેર એસોસિએશન (અઠઠઅ) સાથે નોંધાયેલી સેંકડો મહિલા ઉદ્યોગસાહસિકોને અળફુજ્ઞક્ષ.શક્ષ પર લાવશે.
એમેઝોન સહેલી મહિલા સંચાલિત વ્યવસાયોને એમેઝોનના દેશવ્યાપી ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે મદદ કરે છે, સાથે જ તેમને સમર્પિત એકાઉન્ટ મેનેજમેન્ટ સપોર્ટ અને ઓનબોર્ડિંગ સહાય પણ પૂરી પાડે છે.