આઈએએસ શાલિની અગ્રવાલે તાજેતરમાં આવતીકાલના શહેરોનું ઘડતર: આબોહવા જોખમોથી ગ્રીન તકો તરફ શીર્ષકનું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જ્યાં તેમણે ઊર્જા સંક્રમણ અને ટકાઉ શહેરી વિકાસને મજબૂત કરવા માટે મૂડી બજારમાં જરૂરી વિવિધ પરિવર્તનો વિશે વાત કરી છે.
આ પુસ્તક લોન્ચ કરવાના પ્રસંગે એનએસઈ (ગજઊ) ના એમડી અને સીઈઓ શ્રી આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, અમે આઈએએસ (ઈંઅજ) શાલિની અગ્રવાલ દ્વારા લિખિત આવતીકાલના શહેરોનું ઘડતર: આબોહવા જોખમોથી ગ્રીન તકો તરફ પુસ્તક પાછળ કરવામાં આવેલા સર્જનાત્મક પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આ પુસ્તક ટકાઉ શહેરી વિકાસ અને ઊર્જા સંક્રમણને ટેકો આપવા માટે વિશ્વસનીય નાણાકીય માર્ગોની વધતી જતી જરૂરિયાત પર યોગ્ય રીતે પ્રકાશ પાડે છે.
મૂડી બજારો પહેલેથી જ ઈએસજી (ઊજૠ – પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ) બોન્ડ્સ જેવા બજાર-આધારિત સાધનો દ્વારા આ પરિવર્તનને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં મ્યુનિસિપલ બોન્ડ્સ, ગ્રીન બોન્ડ્સ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રોજેક્ટ્સનું ધિરાણ સામેલ છે.