એનએચએઆઈ (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પોન્સર્ડ ઈંક્ષદહઝ, રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, સ્પોન્સર કોન્ટ્રીબ્યુશન સાથે મળીને બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ રૂ. 60,000 મિલિયન (રૂ. 6,000 કરોડ) સુધીના યુનિટ્સનો આઈપીઓ ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. પ્રતિ યુનિટ પ્રાઇઝ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂ શુક્રવાર, 13 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 10 માર્ચ, 2026 છે. રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના એનએચએઆઈ દ્વારા પ્રોજેકટ એસપીવી ને આપવામાં આવેલા ક્ધસેશન કરારની શરતો અનુસાર ઈંક્ષદહઝ એસેટ્સ હસ્તગત કરવા, ઓપરેટ કરવા અને મેઇન્ટેઇન કરવા માટે કરવામાં આવી હતી અને એનએચએઆઈ દ્વારા કલ્પના કરાયેલ ટોલ ઓપરેટ ટ્રાન્સફર મોડેલ હેઠળ ઝારખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પાંચ ટોલ રોડનો પ્રારંભિક પોર્ટફોલિયો રાખવા માટે કરવામાં આવી હતી.
એન્કર ઇન્વેસ્ટર્સ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ દ્વારા સસ્ક્રાઇબ કરાયેલા યુનિટ્સ સિવાયના બિડર્સ દ્વારા ઓછામાં ઓછા 150 યુનિટના લોટ માટે અને ત્યારબાદ 150 યુનિટના ગુણાંકમાં બિડ કરી શકાય છે.