Jai Hind

રિલાયન્સ રિટેલ લિમિટેડે ‘પહાડી લોકલ’ બ્રાન્ડને તેના બિઝનેસ સહિત હસ્તગત કરવા સાથે, હેતુ-આધારિત બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ્સ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સુદૃઢ કરી

સ્વદેશી ઘટકો અને સભાનપણે પહાડોના સોર્સિંગમાં મૂળિયા ધરાવતી અને પ્રકૃતિની શક્તિથી સંચાલિત બ્રાન્ડનું એકીકરણ

ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે પહાડી ગુડનેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ‘પહાડી લોકલ’ બ્રાન્ડનું તેના બિઝનેસ સહિત હસ્તાંતરણ પૂર્ણ કર્યાની આજે જાહેરાત કરી છે. ‘પહાડી લોકલ’ ઝડપથી વિકસી રહેલી ભારતીય બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ છે જે તેની પ્રકૃતિ આધારિત, હિમાલયના કુદરતી સ્ત્રોતોથી પ્રેરિત ફોમ્ર્યુલેશન્સ માટે જાણીતી છે.
હિમાલયના ઘટકોની શુદ્ધતા અને અસરકારકતાને રોજિંદી પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં આણવાના મિશન સાથે સ્થપાયેલી ‘પહાડી લોકલ’ એ ભારતના ઝડપથી વિકસી રહેલા બ્યૂટી અને વેલનેસ ક્ષેત્રમાંની એક અનોખી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ બ્રાન્ડ તેનાં ક્લિન ફોમ્ર્યુલેશન્સ, સભાનપણે સોર્સિંગની પ્રણાલિઓ અને સ્કીનકેર તેમજ વેલનેસમાં અસ્સલ તથા ટકાઉ વિકલ્પો શોધી રહેલા ગ્રાહકોમાં મજબૂત આકર્ષણ માટે જાણીતી છે.
આ વ્યવસાયિક હસ્તાંતરણ સાથે રિલાયન્સ રિટેલ લિમિટેડ તેની અજોડ ઓમ્ની ચેનલ રિટેલ ઇકોસિસ્ટમ, ડિજિટલ કોમર્સ ક્ષમતાઓ અને મજબૂત સપ્લાય ચેઈનનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને હેતુ સંચાલિત ભારતીય બ્રાન્ડ્સના નિર્માણ અને તેના વિસ્તરણની પોતાની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ આ બિઝનેસ એક્વિઝિશન અંગે જણાવ્યું હતું કે: રિલાયન્સ રિટેલ ખાતે અમારું ધ્યાન એવી બ્રાન્ડ્સ તૈયાર કરવા પર છે જે અધિકૃતતા સાથે નવીનતા અને અર્થપૂર્ણ ગ્રાહક સંલગ્નતાનું સંયોજન કરે છે. પહાડી લોકલના મૂળિયા હિમાલયની વેલનેસ પરંપરાઓમાં ઊંડા ઉતરેલા છે અને જવાબદારીપૂર્વક સોર્સિંગ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા થકી તે અમારી બ્યૂટી ઇકોસિસ્ટમમાં એક આકર્ષક ઉમેરો બને છે. અમે અમારા ઓમ્ની ચેનલ નેટવર્ક અને અનુભવી રિટેલ પ્લેટફોર્મ્સ દ્વારા આ બ્રાન્ડને વિકસાવવા અને વિસ્તૃત બનાવવા માટે ઉત્સાહિત છીએ, સાથે જ તેની ઓળખ સમાન શુદ્ધતા, અખંડિતતા અને તેની પાછળના કથાનકને પણ કાળજીપૂર્વક જાળવી રાખીશું.