Jai Hind

મલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી. અહમદને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2026 પુરસ્કારથી સન્માનિત કરાયા

મલાબાર ગ્રુપના ચેરમેન એમ. પી. એહમદને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ 2026 ખાતે પ્રતિષ્ઠિત બિઝનેસ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમને વૈશ્વિક જ્વેલરી રિટેલ ક્ષેત્રમાં તથા સમાજમાં પરિવર્તન લાવવામાં તેમની દૂરંદેશીભરી નેતૃત્વ ક્ષમતા અને મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા આપવામાં આવ્યું છે.
મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત આ ભવ્ય સમારંભમાં નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન વિજય દરડા તથા અન્ય મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.
લોકમત મીડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ્સ એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે જેમની દ્રષ્ટિ, નેતૃત્વ અને સિદ્ધિઓએ પોતાના ક્ષેત્રોને નવી દિશા આપી છે અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમ. પી. અહમદને મળેલું આ સન્માન તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફર અને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને વૈશ્વિક સ્તરે આગળ લાવવાના તેમના યોગદાનને ઉજાગર કરે છે. આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની પાંચમી સૌથી મોટી જ્વેલરી રિટેલ ચેઇન અને ભારતીય મૂળની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તરીકે ઉભરી છે.