એક દૃાયકા પહેલા પેટ્રોલમાં માત્ર ૧-૨% એથેનોલ ભળતું હતું, જે હવે ૨૦% સુધી પહોંચી ગયું છે
દૃુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Secu®iy)) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહૃાું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (છૈંડ્ઢછ) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ ૨૦% થી વધારીને ૩૦% (ઈ૩૦) કરવાની અને લેક્સ યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે. લોકસભામાં સંબોધન દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ જણાવ્યું હતું કે, ભારત હવે ૨૭ ને બદૃલે ૪૧ દૃેશો પાસેથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે. એથેનોલ વિશે તેમણે કહૃાું, “છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં એથેનોલ બ્લૅન્ડિંગ પર શાનદૃાર કામ થયું છે. એક દૃાયકા પહેલા પેટ્રોલમાં માત્ર ૧-૨% એથેનોલ ભળતું હતું, જે હવે ૨૦% સુધી પહોંચી ગયું છે. આના કારણે દૃર વર્ષે લગભગ સાડા ૪ કરોડ બેરલ પેટ્રોલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે.”
ભારતે નિર્ધારિત સમય પહેલા ૨૦% એથેનોલ બ્લૅન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે છૈંડ્ઢછ ઈચ્છે છે કે આ સ્તર વધારીને ૩૦% કરવામાં આવે. પશ્ર્ચિમ એશિયાના તણાવને કારણે જો તેલના ભાવ વધે, તો એથેનોલ દૃેશની અર્થવ્યવસ્થા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે. આનાથી વિદૃેશી મુદ્રાની બચત થશે અને ખેડૂતોને શેરડી જેવા પાકના વધુ સારા ભાવ મળશે.
બ્રાઝિલની જેમ ભારતમાં પણ લેક્સ-યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જે ૧૦૦% એથેનોલ પર પણ ચાલી શકે. એસોસિએશને એવો પણ સુઝાવ આપ્યો છે કે એથેનોલનો ઉપયોગ માત્ર વાહનો સુધી સીમિત ન રાખીને રસોડામાં એથેનોલ બેઝ્ડ બર્નર તરીકે પણ કરવો જોઈએ.
એથેનોલ બાદૃ હવે આઈસોબ્યુટેનોલ પર પણ કામ શરૂ થઈ ગયું છે. નિતિન ગડકરીએ અગાઉ સંકેત આપ્યા હતા કે ડીઝલમાં ૧૦% આઈસોબ્યુટેનોલ ભેળવવાના પ્રયોગો ચાલી રહૃાા છે. કિર્લોસ્કર સાથે મળીને ૧૦૦% આઈસોબ્યુટેનોલ પર ચાલતું એન્જિન પણ તૈયાર કરવામાં આવ્યું છે.