આઈસીઆઈસીઆઈપ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે તેના યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ઞકઈંઙત) હેઠળ ‘આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ સ્મોલકેપ 250 ઈન્ડેક્સ ફંડ’ લોન્ચ કર્યું છે. આ ફંડ ગ્રાહકોને શેરબજારમાં લિસ્ટેડ ઊભરતી કંપનીઓના વ્યાપક સમૂહમાં રોકાણ કરવાની અને લાંબા ગાળે શિસ્તબદ્ધ, ઈન્ડેક્સ-આધારિત અભિગમ દ્વારા સંપત્તિ સર્જનની તક પૂરી પાડે છે.
આ લોન્ચિંગ પ્રસંગે બોલતાં, આઈસીઆઈસીઆઈપ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી મનીષ કુમારે જણાવ્યું હતું કે, સ્મોલકેપ 250 ઈન્ડેક્સ ફંડ ગ્રાહકોને ઊભરતી કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓમાં ભાગ લેવા અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માટે એક સરળ અને પારદર્શક માર્ગ પૂરો પાડે છે. આ ફંડ બજારના વિવિધ ક્ષેત્રોની ઊભરતી કંપનીઓમાં વ્યવસ્થિત રીતે રોકાણ કરવા ઈચ્છતા લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.
આ ફંડ નિફ્ટી 500ની યાદીમાં 251 થી 500 ના ક્રમ વચ્ચે આવતી 250 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતાં ‘સ્મોલકેપ 250 ઇન્ડેક્સ’ને ટ્રેક કરે છે. જોકે, સરકારી નિયમોને કારણે કંપની ક્યારેક ઇન્ડેક્સ મુજબના તમામ શેરોમાં તેના વેઈટના પ્રમાણમાં રોકાણ કરી શકતી નથી. આ કારણોસર, ઇન્ડેક્સ અને ફંડના વળતરમાં થોડો તફાવત કે ટ્રેકિંગ એરરજોવા મળી શકે છે. આ ફંડ, તેમના વિકાસના પ્રારંભિક તબક્કે હોય અને ભવિષ્યમાં મોટી કંપની બનવાની ક્ષમતા ધરાવતી એવી નાની લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાની તક આપે છે.