Jai Hind

બજાજ ફિનસર્વ-ધુનિવર્સ શંકર-એહસાન-લોય સાથે,31 માર્ચે ‘વોઇસ ઓફ નેશન’નું ગ્રાન્ડ ફિનાલે

ઇફષફષ ઋશક્ષતયદિએ આજે તેના ડિજિટલ-ફર્સ્ટ સંગીત પ્રતિભા પ્લેટફોર્મ ‘બજાજ ધુનિવર્સ’ના ગ્રાન્ડ સમાપનની જાહેરાત કરી છે, જેનું ફિનાલે 31 માર્ચે મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ સંગીતકાર ત્રિમૂર્તિ શંકર-અહેસાન-લોયની હાજરીમાં ‘વોઇસ ઓફ ધ નેશન’નીજાહેરાત કરવામાં આવશે.
છેલ્લા છ મહિનામાંબજાજ ધુનિવર્સ સંગીત પ્રતિભાની શોધ માટે વિશ્વસનીય અને ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મ મારફતે મેટ્રો શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધીના 60,000થી વધુ ઉમેદવારોને ઑડિયો અને વીડિયો સબમિશન દ્વારા ઓડિશન આપવાની તક મળી અને તેમનેશંકર-અહેસાન-લોયદ્વારા શોધવામાં આવ્યા છે.
ગ્રાન્ડ ફિનાલેમાં દસ ફાઇનલિસ્ટ્સ અને એક વાઇલ્ડ-કાર્ડ દ્વારા લાઇવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જે બધાને સંગીતકાર શંકર-અહેસાન-લોયદ્વારા પસંદ કરવામાં આવ્યા છે. વિજેતાનેશંકર-અહેસાન-લોયસાથે મળીને બજાજની સોનિક ઓળખ (તજ્ઞક્ષશભ શમયક્ષશિિુંં) તૈયાર કરવાની તક મળશે તેમજઝી મ્યુઝિક કંપનીસાથે એક સ્વતંત્ર આલ્બમ બનાવવા માટેની તક મળશે.