Jai Hind

મહિલાઓ દ્વારા ખોલાવવામાં આવેલા ડીમેટ એકાઉન્ટ્સમાં 2021થી અત્યાર સુધીમાં 129%ની વૃદ્ધિ, જોખમ કરતાં શિસ્તને પ્રાધાન્ય: એક્સિસ ડાયરેક્ટ ડેટા

ભારતનું રોકાણ ક્ષેત્ર સતત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં મહિલા રોકાણકારો એક મહત્વપૂર્ણ અને વધુને વધુ પ્રભાવશાળી હિસ્સેદાર તરીકે ઉભરી રહી છે. એક્સિસ ડાયરેક્ટના તાજેતરના કસ્ટમર ટ્રેન્ડ્સ દર્શાવે છે કે 2021થી અત્યારસુધીમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડીમેટ એકાઉન્ટ્સ ખોલાવવામાં 129%નો વધારો નોંધાયો છે, જે નાણાકીય ભાગીદારી અને સમાવેશીકરણમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
મહિલા રોકાણકારોને સ્પષ્ટ રીતે અલગ પાડતી બાબત છે સંપત્તિ નિર્માણ (વેલ્થ ક્રિએશન) પ્રત્યેનો તેમનો અભિગમ.મ્યુચ્યુઅલ ફંડ્સ (લમ્પસમ) (49%) અને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ્સ પ્લાન (33%) મહિલાઓ દ્વારા કરાયેલા કુલ રોકાણોમાં મોટાભાગનો હિસ્સો ધરાવે છે,જે ટૂંકાગાળાના બજાર રોકાણની તુલનામાં શિસ્તબદ્ધ, લાંબાગાળાના નાણાકીય આયોજન માટે મહિલાઓ દ્વારા કરાતી મજબૂત પસંદગી પર ભાર મૂકે છે. ડાયરેક્ટ ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ અને કોમોડિટીઝમાં મહિલાઓનું રોકાણ ન્યૂનતમ રહે છે, જે તેઓના જોખમ પ્રત્યે સભાન રોકાણ અભિગમને વધુ પ્રતિબિંબિત કરે છે. આ વલણ સુસંગતતા, વૈવિધ્યકરણ અને ધ્યેયલક્ષી રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વધુ મહત્ત્વની બાબત એ છે કે, 26-45 વર્ષની વયજૂથની મહિલાઓમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ માટેની પસંદગી બિલકુલ સ્પષ્ટ છે, જેઓ જઈંઙ અપનાવવામાં આગળ છે. જ્યારે 25 વર્ષથી ઓછી યુવાવયના અને 45 વર્ષથી વધુ ઉંમરના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ (લમ્પસમ)ને વધુ પસંદ કરે છે, જે જીવનના વિવિધ તબક્કાઓમાં વિશ્વસનીય અને સુલભ રોકાણ માર્ગ તરીકેની તેમની ભૂમિકાને મજબૂત બનાવે છે.
ડિજિટલ પ્લેટફોર્મ પણ આ પરિવર્તનને સક્ષમ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. મહિલાઓ દ્વારા અપાયેલા લગભગ 64% ઇક્વિટી ઓર્ડર ઓનલાઈન એક્ઝિક્યુટ કરાયા છે, જે ટેકનોલોજી-આધારિત રોકાણ સાથે વધતી જતી સુવિધા અને બજાર ભાગીદારીને વિસ્તૃત કરવામાં ડિજિટલ ઍક્સેસની ભૂમિકાને પ્રકાશિત કરે છે.