Jai Hind

ભારતમાં એમેઝોન એડ્સને પુરા થયા દસ વર્ષ; AI ટૂલ્સના લોન્ચ અને જાહેરાત કર્તાઓ માટેનવા અનુભવ સાથે ફુલ-ફનલ એડવર્ટાઇઝિંગ બની સરળ

મુંબઈ,- એમેઝોન એડ્સે ભારતમાં તેની પહેલી ફ્લેગશિપ ઇવેન્ટ, કનેક્ટેડ વર્લ્ડ્સનું આયોજન કર્યું. આ ઇવેન્ટમાં એમેઝોન એડ્સે ક્રિએટિવ એજન્ટ અને એડ્સ એજન્ટ, યુનિફાઇડ કેમ્પેઇન મેનેજમેન્ટ, એમેઝોન એડ્સ ક્રિએટર પ્રોગ્રામ અને તમામ ભારતીય બ્રાન્ડ્સ માટે સર્જનાત્મકતા જેવા નવા અઈં આઈ ટૂલ્સ લોન્ચ કરીને જાહેરાતકર્તાઓ, એજન્સીઓ અને ભાગીદારોને આકર્ષાયા. કનેક્ટેડ વર્લ્ડ્સે ત્રણ મુખ્ય સ્તંભો – એડ ટેક, ક્ધટેન્ટ અને કોમર્સ – ને એકસાથે લાવ્યા જેથી જાહેરાતનો એકીકૃત રીતે કનેક્ટેડ, ફુલ-ફનલ અનુભવ મળે.
તેની દસ વર્ષની સફરમાં, એમેઝોન એડ્સે તમામ સ્તરની બ્રાન્ડ્સને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવાથી લઈને વિડિઓ, ડિસ્પ્લે અને ડિવાઇસ એડ્સ જેવા ફોર્મેટમાં, જાગૃતિથી ખરીદી સુધી, ગ્રાહકની સમગ્ર યાત્રા દ્વારા જોડાણો બનાવવા સુધીનો વિકાસ કર્યો છે. પ્રાઇમ વિડીયો, એમેઝોન ખડ પ્લેયર અને એમેઝોન ડિમાન્ડ સાઇડ પ્લેટફોર્મ પર થર્ડ-પાર્ટી પબ્લિશર્સ સાથે, એમેઝોન એડ્સ આજે ગ્રાહકો જ્યાં પણ ખરીદી કરે છે, સ્ટ્રીમ કરે છે અને ઓનલાઈન સમય વિતાવે છે ત્યાં સુધી પહોંચે છે. બ્રાન્ડ્સને આ પહોંચનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરવા માટે, એમેઝોન એડ્સ ખાતે બ્રાન્ડ ઇનોવેશન લેબ જાહેરાતના અનુભવમાં નવીનતા લાવે છે જે આ ક્ષણોને અર્થપૂર્ણ બ્રાન્ડ કનેક્શનમાં ફેરવે છે.