Jai Hind

ફ્રેન્કલિન ટેમ્પલટને સફાયર ઇક્વિટી લોંગ-શોર્ટ એસઆઈએફ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે તેની પ્રથમ સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટ્રેટેજી છે

ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા) એ આજે સફાયર ઇક્વિટી લોંગ શોર્ટ એસઆઈએફ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એસઆઈએફ) હેઠળની તેની પ્રથમ પ્રોડક્ટ છે. આ એસઆઈએફ ફ્રેમવર્ક હેઠળનું ઇક્વિટી લોંગ શોર્ટ ફંડ છે, જે નિફ્ટી 500 સ્ટોક્સમાં રોકાણ કરીને લાર્જ, મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં ડાયવર્સિફાઇડ એક્સપોઝર પૂરું પાડે છે. સફાયર ઇક્વિટી લોંગ શોર્ટ એસઆઈએફ પ્રોપ્રાયટરી, મોડેલ-સંચાલિત ક્વોન્ટિટેટિવ સ્ટ્રેટેજી દ્વારા, શિસ્તબદ્ધ રીતે શેર પસંદગી, ડાયનેમિક એલોકેશન અને મજબૂત રિસ્ક મેનેજમેન્ટના આધાર પર, વિવિધ બજાર ચક્ર દરમિયાન લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરશે. સફાયર ઇક્વિટી લોંગ શોર્ટ એસઆઈએફ માટેનોએનએફઓ 10 એપ્રિલ 2026 થી 24 એપ્રિલ 2026 સુધી સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લો રહેશે.
આ લોન્ચ અંગે ફ્રેન્કલિન ટેમ્પલટન – ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સતવાલેકરે જણાવ્યું હતું કે, આજના સમયમાં રોકાણકારો ઝડપથી બદલાતા વિવિધ બજાર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે શિસ્તબદ્ધ અને ફ્લેક્સિબલ રોકાણ વ્યૂહરચનાની જરૂરિયાત વધી રહી છે. એસઆઈએફ ખાસ કરીને વધુ જોખમ સ્વીકારવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તુલનાત્મક રીતે વધુ વળતરની સંભાવના આપે છે અને સાથે કર કાર્યક્ષમતા પણ પ્રદાન કરે છે.