અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલતા યુધ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટી વધઘટનો દોર યથાવત રહ્યો છે. સોનામાં 2200 તથા ચાંદીમાં 5400નો ભાવવધારો હતો.
આજે ગુડફ્રાઇડે નિમિત્તે ભારત સહિત વિશ્ર્વભરના બજારો બંધ હતા. વર્લ્ડ માર્કેટમાં રાત્રે સોનુ 4677 ડોલર તથા ચાંદી 73.05 હતી. રાજકોટમાં હાજર સોનુ 153750 તથા ચાંદી 240800 હતી.
વેપારીઓના કહેવા પ્રમાણે યુધ્ધની અસર હેઠળ વધઘટ થઇ રહી છે. યુધ્ધ વધુ ખતરનાક બની રહ્યું છે. જ્યારે હવે નવા સપ્તાહના ટ્રેન્ડ પર નજર છે. ગઇકાલે વિશ્ર્વબજારમાં સોનુ 4750 ડોલર સુધી પહોંચીને પાછુ પડ્યું હતું.