Jai Hind

ઈસીએલ ફાઇનાન્સે ગાંધીધામમાં સ્મોલ બિઝનેસ LAPની નવી શાખા શરૂ કરી

એડલવાઈસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની શાખા, ઈસીએલફાઇનાન્સ લિમિટેડ એ આજે ગુજરાતના ગાંધીધામમાં તેની 19મી સ્મોલ બિઝનેસ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ પ્રદેશમાં નાના વ્યવસાયો વચ્ચે સુવ્યવસ્થિત અને સમયસર ધિરાણની વધતી જતી માંગને પહોંચી વળવા માટે આ નવી શાખાની સ્થાપના કરવામાં આવી છે.
આ પ્રસંગે વાત કરતા ઈસીએલ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય ખુરાનાએ જણાવ્યું હતું કે, ભારતના આર્થિક વિકાસમાં એમએસએમઇનોંધપાત્ર યોગદાન આપે છે. જોકે, વિશ્વસનીય ધિરાણ મેળવવું એ હજુ પણ એક પડકાર છે. અમારી સ્મોલ બિઝનેસ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી સર્વિસ ઉદ્યોગસાહસિકોને સમયસર અને લવચીક નાણાકીય સહાય પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. ગાંધીધામમાં અમારી શાખાની શરૂઆત ટાયર 2 અને ટાયર 3 બજારોમાં અમારો વ્યાપ વધારવા અને એમએસએમઇને વિકાસ કરવા, નવીનતા લાવવા અને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવા માટેના અમારા વ્યૂહાત્મક ફોકસને વધુ મજબૂત બનાવે છે.