Jai Hind

સિંગતેલ ભાવમાં સામાન્ય ઘટાડો

એરંડા બજારમાં ભાવમાં સામાન્ય ફેરફાર

આજે ખાદ્યતેલોના ભાવમાં ખાસ લેવાલી જોવા મળતા સિંગતેલ ભાવમાં રૂ.05નો ઘટાડો નોંધાયો છે. તમામ ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 5,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 27,500, જી 10 34,000, જી20 32,000 અને ટીજે 37 32,750 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ. 39,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
આજે સિંગતેલ ભાવમાં રૂ.05નો ઘટાડો નોંધાયો છે. અન્ય ખાદ્યતેલના ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ આજે 15 કિગ્રા ટીન 2970 – 3020, 13 કિગ્રા લેબલ ટીન 2670 – 2710, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2570 – 2600, 13 કિગ્રા નવા ટીન 2300- 2330 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2150 – 2190, પામોલિન તેલ રૂ. 2345 – 2350, કોપરેલ 4150 – 4250, દિવેલ 2310 – 2340, કોર્ન 2220 – 2240, મસ્ટર્ડ ઓઇલ 2340 – 2370 અને સન ફલાવરના ભાવ 2520 – 2540 ઉપર જણાતા હતા.
ચણા બેસન ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. દિવેલના ભાવ 1295 – 1305 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 11,000 થી 12,000 ગુણીની આવક હતી જેના ભાવ 1220 થી 1271 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 2,10,000 થી 2,25,000 ગુણીની આવક હતી જેના ભાવ 1240 થી 1275 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1290, કડી 1295, કંડલા 1290, શાપુર 1285 – 1290 અને ગિરનારના ભાવ 1280 – 1285 ઉપર જોવા મળ્યા છે.