Jai Hind

ઈસીએલ ફાઇનાન્સે મોરબીમાં સ્મોલ બિઝનેસ LAPની નવી શાખા શરૂ કરી

એડલવાઈસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની શાખા,ECL ફાઇનાન્સ લિમિટેડ (ECLF) એ આજે ગુજરાતના મોરબીમાં તેની 20મી સ્મોલ બિઝનેસ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ પ્રદેશમાં નાના વ્યવસાયો વચ્ચે સુવ્યવસ્થિત અને સમયસર ધિરાણની વધતી જતી માંગને પહોંચી વળવા માટે આ નવી શાખાની સ્થાપના કરવામાં આવી છે.
આ પ્રસંગે વાત કરતા ઈસીએલ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય ખુરાનાએ જણાવ્યું હતું કે, ભારતના આર્થિક વિકાસમાં ખજખઊ નોંધપાત્ર યોગદાન આપે છે. જોકે, વિશ્વસનીય ધિરાણ મેળવવું એ હજુ પણ એક પડકાર છે. અમારી સ્મોલ બિઝનેસ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી સર્વિસ ઉદ્યોગસાહસિકોને સમયસર અને લવચીક નાણાકીય સહાય પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. મોરબીમાં અમારી શાખાની શરૂઆત ટાયર 2 અને ટાયર 3 બજારોમાં અમારો વ્યાપ વધારવા અને ખજખઊ ને વિકાસ કરવા, નવીનતા લાવવા અને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવા માટેના અમારા વ્યૂહાત્મક ફોકસને વધુ મજબૂત બનાવે છે.
તેની સ્મોલ બિઝનેસ કઅઙ ઓફરિંગ હેઠળ, ઊઈક ફાઇનાન્સ રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક મિલકતો સામે રૂ. 50 લાખ સુધીની લોન પૂરી પાડે છે. આ પ્રોડક્ટ નાના સાહસોને સરળ પ્રક્રિયા, ઝડપી ક્રેડિટ એસેસમેન્ટ અને લોન વિતરણની કાર્યક્ષમ સમયમર્યાદા દ્વારા ઔપચારિક ધિરાણ મેળવવામાં સક્ષમ બનાવે છે, જે વ્યવસાયિક વૃદ્ધિ માટે ભંડોળની મુખ્ય જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે.