એમેઝોન.ઈન પર 2.4 લાખ વિક્રેતાઓનું ઘર એવા ગુજરાત નવી વિક્રેતાઓની નોંધણીમાં વાર્ષિક 35% સાથે મજબૂત વૃદ્ધિ અનુભવી રહ્યું છે જે સ્વીકરણમાં વધારાનું પ્રતિબિંબ પાડે છે. તેની પર આધાર રાખતા એમેઝોનએ 10 ગણાથી વધુની ઝીરો-રેફરલ ફી કવરેજ જે 2025માં 1.2 કરોડ હતું તેને 12.5 કરોડ સુધી વિસ્તૃત બનાવ્યુ છે, જેનાથી વિક્રેતાઓને દરરોજની કેટેગરીઓ જેમ કે હોમ, કિચન અને ઇલેક્ટ્રોનીક્સમાં ફાયદો થશે. રૂ.1000થી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પરની ઝીરો રેફરલ ફીસ સાથે રૂ. 300થી નીચેની ઇઝી શિપ ફીસ પહેલેથી અસર કરી રહી છે.
એમેઝોન ઇન્ડિયના સેલ્સ ડિરેક્ટર ગૌરવ ભટ્નાગરએ જણાવ્યું હતું કે, ફી સુધારાના બે જ સપ્તાહોમાં અમે ગુજરાતભરના વિક્રેતાઓએ ભારે ધ્યાન આપ્યું હોવાનું જોયું છે. અન્યો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં રહેલા વિક્રેતાઓએ પહેલેથી તેમની પ્રોડક્ટ લિસ્ટીંગમાં વિસ્તરણ કર્યુ છે અને બચતનું ફરી તેમના કારોબારમાં રોકાણ કરી રહ્યા છે. ફી ઘટાડા ઉપરાંત અમે સરળ ઓનબોર્ડીંગ, ઓછા ખર્ચ માળખાઓ અને ટૂલ્સ મારફતે લાંબા ગાળાની, ટકાઉ વૃદ્ધિમાં સહાય કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ, જે વિક્રેતાઓને વધા સારા બિઝનેસ નિર્ણયો લેવામાં મદદ કરે છે. નવી તકો ઓળખતી અઈં-સંચાલિત આંતરદૃષ્ટિથી લઈને માંગ-નિર્માણ કાર્યક્રમો સુધી જે સ્કેલ કરવામાં મદદ કરે છે, અમે સમગ્ર ગુજરાતમાં વિક્રેતાઓને સ્થિતિસ્થાપક અને સ્પર્ધાત્મક વ્યવસાયો બનાવવામાં સહાય કરવા માટે પ્રતિબદ્ધ છીએ.